Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar: છત્રાલ GIDCમાં બોઈલર ફાટતા 4 લોકોના મોત, કંપનીમાં દુર્ઘટનાથી ચકચાર

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના છત્રાલ GIDC ફેઝ-4માં બોઈલર ફાટવાની ગંભીર દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયાં હોવાની માહિતી સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 04:54 PM IST
Gandhinagar: છત્રાલ GIDCમાં બોઈલર ફાટતા 4 લોકોના મોત, કંપનીમાં દુર્ઘટનાથી ચકચારGandhinagar: છત્રાલ GIDCમાં બોઈલર ફાટતા 4 લોકોના મોત, કંપનીમાં દુર્ઘટનાથી ચકચાર

Gandhinagar

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના છત્રાલ GIDC ફેઝ-4માં બોઈલર ફાટવાની ગંભીર દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. એસિડાઈઝ કલર બનાવતી કંપનીમાં બોઈલર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

બોઈલર ફાટ્યા બાદ આગ લાગવાની ઘટના પણ સામે આવી

મળતી માહિતી મુજબ, છત્રાલ GIDC ફેઝ-4માં આવેલી કોવીકાડાઇઝ એન્ડ ઈન્ટરમિડીયા કંપનીમાં આ દુર્ઘટના બની હતી. કંપનીમાં બોઈલર ફાટ્યા બાદ આગ લાગવાની ઘટના પણ સામે આવી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થતાં શોકનો માહોલ છવાયો છે. જોકે, ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે અને બોઈલર ફાટવા પાછળનું ચોક્કસ કારણ શું છે, તે અંગે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. SDM, પોલીસ, ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

દુર્ઘટના કયા સંજોગોમાં બની?

બચાવ અને રાહત કામગીરી સાથે ઘટનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, બોઈલર બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. કંપનીમાં સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં અને દુર્ઘટના કયા સંજોગોમાં બની, તે સહિતના મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.

કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે શું કહ્યું?

આ ઘટનાને લઈને કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે છત્રાલ GIDCમાં બોઈલર ફાટવાની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. તેમને ઘટનાની જાણ લગભગ 15 મિનિટ પહેલાં થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમના નિવેદન મુજબ, કોવિકા કલર કંપનીમાં આગ લાગી હતી. ઔદ્યોગિક વિસ્તારમાં બનેલી આ ગંભીર દુર્ઘટનાને પગલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હવે તપાસમાં બોઈલર બ્લાસ્ટનું ચોક્કસ કારણ શું સામે આવે છે અને જવાબદારી કોની છે, તે જોવું મહત્ત્વનું રહેશે.

આ પણ વાંચો: Amreli News: સરસીયામાં કપાસના પાક પર સંકટ, ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.