Get News Alerts

Never miss breaking news updates.

Dholeraમાં વિકાસકાર્યોની CM ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા, ટાટાના સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ લીધી મુલાકાત

Dholera: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલા મહત્વપૂર્ણ ઔદ્યોગિક, સામાજિક અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 16 Oct 2026 04:30 PM IST
Dholeraમાં વિકાસકાર્યોની CM ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા, ટાટાના સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ લીધી મુલાકાતDholeraમાં વિકાસકાર્યોની CM ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા, ટાટાના સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ લીધી મુલાકાત

Dholera

Dholera: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલા મહત્વપૂર્ણ ઔદ્યોગિક, સામાજિક અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ રાજ્યમાં સાકાર થઈ રહેલા ફ્લેગશિપ પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરવાના અભિગમના ભાગરૂપે મુખ્યમંત્રીએ આ મુલાકાત લીધી હતી. તેમણે ટાટા ઇલેક્ટ્રોનિક્સની નિર્માણાધીન સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટીની મુલાકાત લઈને બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ધોલેરામાં સામાજિક સુવિધાઓના નિર્માણની સમીક્ષા

ધોલેરા SIRના એક્ટિવેશન એરિયામાં વિકસાવવામાં આવી રહેલી વિવિધ સુવિધાઓની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. તેમાં 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ, ફાયર સ્ટેશન, 42 રૂમનું આધુનિક ગેસ્ટ હાઉસ અને 600 લોકોની ક્ષમતા ધરાવતી ફૂડ કોર્ટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, 50 ટેન્ટ ધરાવતી ટેન્ટ સિટી, હોટેલ, રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધોલેરામાં વિકસતા ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરવા આવતા કર્મચારીઓ અને અન્ય લોકો માટે જરૂરી સામાજિક સુવિધાઓ ઊભી કરવાના હેતુથી આ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે.

53 હેક્ટરમાં ગ્રીન સ્પેસ, 1.11 લાખથી વધુ રોપાનું વાવેતર

ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવાના પ્રયાસો અંતર્ગત વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી 53 હેક્ટર વિસ્તારમાં ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવી રહી છે. આ વિસ્તારમાં 1.11 લાખથી વધુ રોપાઓ વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વૃક્ષોના જીવંત રહેવાનો દર વધારવા માટે અપનાવવામાં આવેલી ‘ડ્રમ પ્લાન્ટેશન’ ટેકનિકની પણ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. પર્યાવરણની જાળવણી સાથે ઔદ્યોગિક વિકાસને આગળ વધારવાના પ્રયાસોની તેમણે સરાહના કરી હતી.

ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત

ધોલેરાને સેમિકન્ડક્ટર ઉત્પાદનના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સની સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી મહત્વની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર ચાલી રહેલા બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.

આ ફેસિલિટીથી સેમિકન્ડક્ટર ઉત્પાદનની સાથે સહાયક ઉદ્યોગો, ટેકનોલોજી કંપનીઓ અને કુશળ રોજગારીની તકોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. ધોલેરામાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને અનુરૂપ વ્યાપક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત, એરપોર્ટ પર કામગીરી આગળ વધી

મુલાકાત દરમિયાન ધોલેરાની કનેક્ટિવિટી અને પરિવહન પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ ધોલેરા SIRના ઔદ્યોગિક અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સુવિધાઓ અને ભાવિ વિકાસના રોડમેપ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

આ પ્રેઝન્ટેશનમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત થઈ ગયો હોવાની માહિતી આપવામાં આવી હતી. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં કેલિબ્રેશન ફ્લાઇટનું સફળ લેન્ડિંગ થયું હોવાનું જણાવાયું હતું. એરપોર્ટ વર્ષ 2026ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

રેલવે કનેક્ટિવિટી માટે 23 કિલોમીટર લાંબી ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ નવી રેલવે લાઇન વિકસાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, અંદાજે ₹20,667 કરોડના ખર્ચે 134 કિલોમીટર લાંબી અમદાવાદ-ધોલેરા સેમી હાઇ-સ્પીડ ડબલ લાઇન રેલવે યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી અમદાવાદ, ધોલેરા SIR, એરપોર્ટ અને લોથલ વચ્ચે પરિવહન સુવિધા વિકસાવવાનો હેતુ છે.

મુખ્યમંત્રીએ ધોલેરા ઉપરાંત લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કામગીરીની પણ સ્થળ સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના CEO તથા MD ડૉ. રણધીર ઠાકુર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : India UK Navy cooperation મજબૂત, ‘કોંકણ-26’ અભ્યાસમાં સમુદ્રી ક્ષમતાઓનું પરીક્ષણ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.