Get News Alerts

Never miss breaking news updates.

Arvalli જિલ્લામાં SMCનો સપાટો, દારૂ ભરેલી કાર ઝડપી ₹23.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Arvalli જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Sep 2026 07:16 AM IST
Arvalli જિલ્લામાં  SMCનો સપાટો, દારૂ ભરેલી કાર ઝડપી ₹23.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોArvalli જિલ્લામાં  SMCનો સપાટો, દારૂ ભરેલી કાર ઝડપી ₹23.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Arvalli Liquor raid smc

Arvalli ના મોડાસા તાલુકાના મડાસણા નજીકથી SMCની ટીમે વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે મોટી માત્રામાં બીયર અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મોડાસા વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે મડાસણા નજીક વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની તલાશી લેતા તેમાંથી મોટી સંખ્યામાં બીયર અને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે બે આરોપીની કરી ધરપકડ

SMCની કાર્યવાહી દરમિયાન કારમાંથી કુલ 2856 નંગ બીયર અને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે જપ્ત કરેલા દારૂના જથ્થાની કિંમત અંદાજે ₹7.98 લાખ હોવાનું સામે આવ્યું છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કારની કિંમત અંદાજે ₹15 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

આમ, વિદેશી દારૂ અને કાર સહિત પોલીસે કુલ ₹23.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

મોડાસા રૂલર પોલીસની હદમાં કરવામાં આવી કાર્યવાહી

મહત્વનું છે કે આ કાર્યવાહી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી છે. મોડાસા રૂરલ પોલીસની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

હાલ SMC અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ સામે આવે છે કે કેમ તેના પર પણ પોલીસની નજર છે. સમગ્ર મામલે વધુ તપાસ બાદ દારૂના જથ્થાના સ્ત્રોત અને તેના ગંતવ્ય અંગે મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : આજથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્રની થશે શરૂઆત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.