Get News Alerts

Never miss breaking news updates.

Mandali Garba Violent : સાંતેજના મંડળી ગરબામાં તલવારો લહેરાઈ, સિક્યુરિટી ગાર્ડ્સ હાથમાં લાકડીઓ લઈ દોડતા ખેલૈયાઓમાં અફરાતફરી મચી

Mandali Garba Violent : અમદાવાદ નજીક સાંતેજ વિસ્તારમાં આવેલા મંડળી ગરબા મહોત્સવમાં હિંસક અથડામણની ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 19 Oct 2026 12:50 PM IST
Mandali Garba Violent : સાંતેજના મંડળી ગરબામાં તલવારો લહેરાઈ,  સિક્યુરિટી ગાર્ડ્સ  હાથમાં લાકડીઓ લઈ દોડતા ખેલૈયાઓમાં અફરાતફરી મચીMandali Garba Violent : સાંતેજના મંડળી ગરબામાં તલવારો લહેરાઈ,  સિક્યુરિટી ગાર્ડ્સ  હાથમાં લાકડીઓ લઈ દોડતા ખેલૈયાઓમાં અફરાતફરી મચી

Mandali Garba Violent

Mandali Garba Violent : ગરબા ગ્રાઉન્ડની બહાર સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે થયેલી બબાલ બાદ મારામારી સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

પ્રાથમિક માહિતી મુજબ, ગરબા ગ્રાઉન્ડમાં પાસ વિના પ્રવેશવાના મુદ્દે વિવાદ થયો હોવાનું કહેવાય છે. શરૂઆતમાં થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હોવાની માહિતી સામે આવી છે. જોકે, વિવાદનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે સત્તાવાર વિગતોની પુષ્ટિ થવાની બાકી છે.

હજી આ મામલે ગુનો નોંધાયો નથી

આ ઘટનાને લગતા વાયરલ વીડિયોમાં લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે મારામારી થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તલવારો લહેરાવાની ઘટનાને પગલે ગરબા રમવા આવેલા લોકોમાં અફરાતફરી સર્જાઈ હોવાની માહિતી છે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓમાં ભયનો માહોલ ઊભો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

નવરાત્રિ દરમિયાન ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે. આવા કાર્યક્રમોમાં લોકોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી અત્યંત જરૂરી છે. ગરબા ગ્રાઉન્ડની બહાર થયેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને પ્રવેશ નિયંત્રણને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

પોલીસની ટીમે સ્થળે પર પહોંચી તપાસ કરી શરૂ

ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ અને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમો સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અથડામણમાં કોણ કોણ સામેલ હતું, વિવાદ કેવી રીતે શરૂ થયો અને વાયરલ વીડિયોમાં દેખાતી ઘટનાની હકીકત શું છે, તે સહિતના મુદ્દાઓની તપાસ જરૂરી છે. હાલમાં ઘટનામાં કોઈને ઈજા થઈ છે કે નહીં, કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગેની પુષ્ટિ થયેલી માહિતી ઉપલબ્ધ નથી.

તેથી આ બાબતો અંગે સત્તાવાર નિવેદન બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. સાંતેજના મંડળી ગરબા મહોત્સવમાં બનેલી આ ઘટનાએ નવરાત્રિના કાર્યક્રમોમાં સુરક્ષાના મહત્વને ફરી એકવાર ચર્ચામાં લાવ્યું છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ અથડામણના કારણો અને જવાબદાર લોકો અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવશે.

આ પણ વાંચો : Surat Fire News : સુરતની આદિનાથ ટેક્સટાઇલ માર્કેટમાં ભભૂકી આગ, દુકાનમાં રહેલો માલ-સામાન બળીને ખાખ થયો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે