Police Commemoration Day : અમદાવાદમાં રાજય કક્ષાના પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરાઈ, કાયદો અને વ્યવસ્થા માટે પ્રાણ ન્યોછાવર કરનાર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ



Police Commemoration Day
Police Commemoration Day : અમદાવાદમાં રાજય કક્ષાના પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરાઈ, કાયદો અને વ્યવસ્થા માટે પ્રાણ ન્યોછાવર કરનાર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ



Police Commemoration Day
Police Commemoration Day : સાયબર પોલીસ કમિશનર કચેરીના પરિસરમાં આવેલા પોલીસ શહીદ સ્મારક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જી. એસ. મલિક સહિત અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના પ્રજાના પ્રતિનિધિઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી શહીદ પોલીસકર્મીઓને નમન કર્યા હતા.
પોલીસ સંભારણા દિવસ
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોએ પોલીસ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોના શૌર્ય, સાહસ અને બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. દેશની આંતરિક સુરક્ષા જાળવવા, ગુનાખોરી સામે લડવા તેમજ નાગરિકોની સલામતી માટે પોલીસકર્મીઓ જે પડકારોનો સામનો કરે છે, તે પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોલીસ સંભારણા દિવસ દર વર્ષે 21 ઓક્ટોબરે દેશભરમાં મનાવવામાં આવે છે.
જીવ ગુમાવનાર પોલીસકર્મીઓને વંદન
આ દિવસ ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસકર્મીઓની વીરતા અને નિષ્ઠાને યાદ કરવાનો અવસર છે. પોલીસ જવાનો અનેક પડકારજનક પરિસ્થિતિઓમાં પોતાની ફરજ બજાવે છે અને સમાજમાં શાંતિ તથા સુરક્ષા જળવાઈ રહે તે માટે સતત કાર્યરત રહે છે.
અમદાવાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના આ કાર્યક્રમ દ્વારા શહીદ પોલીસકર્મીઓના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. પોલીસ સંભારણા દિવસ માત્ર શહીદોને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ તેમની ફરજનિષ્ઠા, હિંમત અને સમર્પણમાંથી પ્રેરણા લેવાનો પણ અવસર છે. શહીદ પોલીસકર્મીઓનું બલિદાન દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે.
View post on Instagram

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





