Get News Alerts

Never miss breaking news updates.

Amit Shah birthday : ‘જુગ જુગ જીવો અમિત શાહ’, અમદાવાદમાં હનુમાન ચાલીસા અને વૈદિક યજ્ઞ સાથે સ્થાનિકોએ કરી 62મા જન્મદિવસની ઉજવણી

Amit Shah birthday : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના 62મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના ગોતા વિસ્તારમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 22 Oct 2026 12:59 PM IST
Amit Shah birthday : ‘જુગ જુગ જીવો અમિત શાહ’, અમદાવાદમાં હનુમાન ચાલીસા અને વૈદિક યજ્ઞ સાથે સ્થાનિકોએ કરી 62મા જન્મદિવસની ઉજવણીAmit Shah birthday : ‘જુગ જુગ જીવો અમિત શાહ’, અમદાવાદમાં હનુમાન ચાલીસા અને વૈદિક યજ્ઞ સાથે સ્થાનિકોએ કરી 62મા જન્મદિવસની ઉજવણી

Amit Shah Birthday Celebrated

Amit Shah birthday : વૈદિક પરંપરા અનુસાર સંગીતમય હનુમાન ચાલીસાના પાઠ, હોમાત્મક યજ્ઞ અને સમૂહ આરતી સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમિત શાહના મોટી સંખ્યામાં ચાહકો અને ભાજપના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.

ગોતા વોર્ડના AMC કોર્પોરેટર કેતન પટેલ અને તેમની ટીમ દ્વારા દર વર્ષે સતાધાર ચાર રસ્તા નજીક આવેલા વડવાળા જોગણી માતાજીના મંદિર ખાતે અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરા જાળવીને ધાર્મિક માહોલમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભક્તોએ સંગીતમય હનુમાન ચાલીસાના પાઠમાં ભાગ લીધો હતો. ત્યારબાદ વૈદિક વિધિ અનુસાર હોમાત્મક યજ્ઞ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિકો પણ આરતીમાં જોડાયા

આ ઉજવણીમાં અમિત શાહના હજારો ચાહક ભાઈ-બહેનોએ ભાગ લીધો હોવાની આયોજકો દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના દાનેશ્વરી દાતા અને ઊંઝા ઉમિયા માતાજી મંદિરના ઉપપ્રમુખ કિરીટ પટેલ દેવગઢ, ભાજપના ઘાટલોડિયા વોર્ડ પ્રમુખ ધ્રુમિલ પટેલ સહિત ભાજપના કાર્યકરો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ હનુમાન ચાલીસાના પાઠ અને યજ્ઞમાં ભાગ લઈને અમિત શાહના દીર્ઘાયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરી હતી.

હોમાત્મક યજ્ઞ અને હનુમાન ચાલીસાના પાઠ પૂર્ણ થયા બાદ સમૂહ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. ભક્તોએ હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી કે અમિત શાહને દેશની સેવા માટે શક્તિ અને સફળતા મળે તથા તેઓ હંમેશાં સુરક્ષિત રહે.

ધાર્મિક પરંપરા સાથે જન્મદિવસની ઉજવણી

આ ધાર્મિક આયોજન દ્વારા જન્મદિવસની ઉજવણીને આધ્યાત્મિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ભક્તિભાવથી ભાગ લઈને શુભકામનાઓ વ્યક્ત કરી હતી. અમદાવાદના ગોતા વિસ્તારમાં યોજાયેલો આ કાર્યક્રમ અમિત શાહના સમર્થકો માટે વિશેષ પ્રસંગ રહ્યો હતો.

દર વર્ષે યોજાતી આ ઉજવણીમાં ધાર્મિક વિધિઓ અને સામૂહિક પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવે છે. આ વર્ષે પણ હનુમાન ચાલીસાના સંગીતમય પાઠ, વૈદિક યજ્ઞ અને સમૂહ આરતી સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આયોજકો અને ઉપસ્થિત લોકોએ અમિતભાઈ શાહના દીર્ઘાયુષ્ય અને દેશસેવાના કાર્યમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : Amit Shah birthday : અમિત શાહના જન્મદિવસે સેવાકાર્ય, ઓગણજ આંગણવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાશન કિટનું વિતરણ કરાયું

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે