Ahmedabad Book Fair 2026 : અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026નો પ્રારંભ, 1 નવેમ્બર સુધી સાહિત્ય-સંગીતના વિવિધ કાર્યક્રમો યોજાશે

Ahmedabad Book Fair 2026 : પુસ્તકપ્રેમીઓ, લેખકો અને સાહિત્યરસિકો માટે આનંદના સમાચાર છે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026નો આજથી, 24 ઓક્ટોબરથી પ્રારંભ થયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 24 Oct 2026 12:15 PM IST
Ahmedabad Book Fair 2026 : અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026નો પ્રારંભ, 1 નવેમ્બર સુધી સાહિત્ય-સંગીતના વિવિધ કાર્યક્રમો યોજાશેAhmedabad Book Fair 2026 : અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026નો પ્રારંભ, 1 નવેમ્બર સુધી સાહિત્ય-સંગીતના વિવિધ કાર્યક્રમો યોજાશે

Ahmedabad Book Fair 2026

Ahmedabad Book Fair 2026 : સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાઈ રહેલો આ નવ દિવસીય ઉત્સવ 1 નવેમ્બર સુધી ચાલશે. અહીં પુસ્તકોની સાથે કવિતા, ગઝલ, સંગીત, હાસ્ય અને ગુજરાતી લોકનાટ્ય સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ફેસ્ટિવલ દરરોજ સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. પ્રથમ દિવસે કવિ નિરંજન ભગતની 100મી જન્મજયંતી નિમિત્તે વિશેષ કવિ સંમેલન યોજાશે. 25 ઓક્ટોબરે ‘રિવરફ્રન્ટ રિટ્રીટ’ કાર્યક્રમમાં પુસ્તકો, વિચારો અને અમદાવાદની ઓળખ અંગે સંવાદ યોજાશે.

અમદાવાદ બુક ફેસ્ટિવલ 2026નો આજથી પ્રારંભ

26 ઓક્ટોબરે દિવંગત સંગીતકાર ગૌરાંગ વ્યાસની રચનાઓને ‘શબ્દસિમ્ફની’ દ્વારા સંગીતમય શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 27 ઓક્ટોબરે ગુજરાતી લોકહાસ્ય નાટક ‘જિથરો ભાભો’ રજૂ થશે. 28 ઓક્ટોબરે ઓસમાણ મીર અને આમીર મીર ‘ભજનક્લબિંગ’ કાર્યક્રમમાં રજૂઆત કરશે. 29 ઓક્ટોબરે ભાગ્યેશ ઝા, શાહબુદ્દીન રાઠોડ અને સુખદેવ ધામેલિયા સાથે ‘હાસ્યરંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

30 ઓક્ટોબરે પુરુષોત્તમ રૂપાલા, વસંત ગઢવી, અરવિંદ બારોટ અને રામ મોરી ‘સાહિત્ય મને ગમે છે’ કાર્યક્રમમાં જોડાશે. 31 ઓક્ટોબરે જાણીતા ગુજરાતી ગઝલકારોની ઉપસ્થિતિમાં ગઝલની મહેફિલ યોજાશે. જ્યારે 1 નવેમ્બરે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ દેશભક્તિ સંગીત કાર્યક્રમ સાથે ફેસ્ટિવલનું સમાપન થશે.

બાળકો માટે ખાસ પેવેલિયન, લેખકો સાથે સંવાદ અને લેખન વર્કશોપ

ફેસ્ટિવલમાં બાળકો અને સર્જનાત્મકતાને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દરરોજ બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી ડોમ-2માં લેખન કાર્યશાળાઓ યોજાશે. બાળકો માટે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ડોમ-1માં ચિલ્ડ્રન્સ પેવેલિયન કાર્યરત રહેશે.

આ ઉપરાંત, લેખકો સાથે મુલાકાત અને સંવાદ માટે દરરોજ બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી ડોમ-1માં ‘ઑથર્સ કોર્નર’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ વાંચનપ્રેમીઓ માટે પુસ્તકોની દુનિયામાં પ્રવેશવાની સાથે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને નજીકથી અનુભવવાની તક પૂરી પાડે છે. વિવિધ વયજૂથના લોકો માટેના કાર્યક્રમો સાથે આ ઉત્સવમાં જ્ઞાન, સર્જનાત્મકતા અને મનોરંજનનો અનોખો સમન્વય જોવા મળશે.

આ પણ વાંચો : Junagadh BJP News : કેશોદમાં ભાજપના સદસ્ય પર હુમલો, સારવાર દરમિયાન ફરી હુમલાના આક્ષેપથી ચકચાર મચી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે