Ahmedabad News : અમદાવાદ મ્યુ.કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અમિત શાહ આક્રમક, પાણીની ટાંકીઓની સુરક્ષા અને બ્રિજ ડિઝાઇન મુદ્દે ઉઠાવ્યા સવાલ



Ahmedabad AMC Meeting
Ahmedabad News : અમદાવાદ મ્યુ.કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અમિત શાહ આક્રમક, પાણીની ટાંકીઓની સુરક્ષા અને બ્રિજ ડિઝાઇન મુદ્દે ઉઠાવ્યા સવાલ



Ahmedabad AMC Meeting
Ahmedabad News : આ બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે શહેરના વિવિધ વિસ્તારોના પ્રશ્નો ઉઠાવી AMCની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. પાણીની ટાંકીઓની સુરક્ષા, અધિકારીઓની કાયમી નિમણૂક અને બ્રિજના આયોજન સહિતના મુદ્દાઓ પર તેમણે રજૂઆત કરી હતી.
અસારવા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાં હાડકાં મળી આવ્યાની ઘટનાનો ઉલ્લેખ કરીને અમિત શાહે શહેરની પાણીની ટાંકીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, અમદાવાદમાં AMCની 240થી વધુ પાણીની ટાંકીઓની વ્યવસ્થા અને સુરક્ષા પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે.
ટેકનિકલ કર્મચારીઓ અને કાયમી નિમણૂકની માગ
પાણીની ટાંકીઓના સંચાલન માટે ITI લાયકાત ધરાવતા ટનલ ફિટર જેવા ટેકનિકલ કર્મચારીઓની જરૂરિયાત અંગે પણ અમિત શાહે રજૂઆત કરી હતી. યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની નિમણૂકથી કામગીરી વધુ સુવ્યવસ્થિત બને તેવી માગ તેમણે કરી હતી. તેમણે ટાંકીઓના સંચાલન માટે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતી જગ્યાઓ પર સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સાથે જ, જ્યાં શક્ય હોય ત્યાં ભૂતપૂર્વ સૈનિકોને સુરક્ષા માટે નિયુક્ત કરવાની માગ કરી હતી. આ ઉપરાંત, AMCમાં 77 વર્ગ-1 અધિકારીઓ ચાર્જ પર કામ કરતા હોવાનો મુદ્દો ઉઠાવી તેમણે કાયમી નિમણૂકો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટની જગ્યાઓ પણ કાયમી ધોરણે ભરવાની માગ કરવામાં આવી હતી.
બ્રિજના આયોજન માટે અલગ ડિઝાઇન યુનિટની માગ
બેઠકમાં બ્રિજના નિર્માણ અને ડિઝાઇનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. મકરબા બ્રિજનું ઉદાહરણ આપીને અમિત શાહે બ્રિજના આયોજનમાં થતી સમસ્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. બ્રિજ પરથી ઉતરતી વખતે ચાર રસ્તા અથવા અન્ય સ્થળોએ ટ્રાફિક સંબંધિત મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે AMCમાં અલગ ડિઝાઇન યુનિટ બનાવવાની માંગ કરી હતી. એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારમાં સી.એન. વિદ્યાલય અને લો ગાર્ડન પાસે ચાલી રહેલા બ્રિજના કામ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
અમિત શાહે બેઠકમાં રજૂઆત કરી હતી કે વર્ષો વીતવા છતાં શહેરના કેટલાક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવતું નથી. પાણીની ટાંકીઓની સુરક્ષા, ટેકનિકલ કર્મચારીઓની નિમણૂક અને બ્રિજના આયોજન જેવા મુદ્દાઓ પર AMCએ ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. હવે આ મુદ્દાઓ અંગે AMC તંત્ર શું કાર્યવાહી કરે છે અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી માંગણીઓ પર કેવો નિર્ણય લેવાય છે તેના પર નજર રહેશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





