Get News Alerts

Never miss breaking news updates.

Tiger Shroffને નહીં, પણ બીજા કોઈને મારવા માગતા હતા, પોલીસ પૂછપરછ દરમિયાન થયો મોટો ખુલાસો

Tiger Shroff: ટાઈગર શ્રોફ પર ગોળીબારની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન શંકાસ્પદોએ ખુલાસો કર્યો છે કે તેઓ ટાઈગર શ્રોફને નિશાન બનાવી રહ્યા ન હતા.
Nancy ShuklaUpdated on: 20 Oct 2026 07:06 PM IST
Tiger Shroffને નહીં, પણ બીજા કોઈને મારવા માગતા હતા, પોલીસ પૂછપરછ દરમિયાન થયો મોટો ખુલાસોTiger Shroffને નહીં, પણ બીજા કોઈને મારવા માગતા હતા, પોલીસ પૂછપરછ દરમિયાન થયો મોટો ખુલાસો

Tiger Shroff

Tiger Shroff: બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના આરોપીઓએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. પોલીસે કોટામાં 3 શંકાસ્પદોની ધરપકડ કરી હતી. ત્યારથી તેમની ગંભીર પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે તેમનું વાસ્તવિક લક્ષ્ય ટાઈગર શ્રોફ ન હતો, પરંતુ તેઓ અન્ય એક ફેમસ સેલિબ્રિટીને મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

બોલીવુડના એક મોટા સેલિબ્રિટીને મારવાનો હતો પ્લાન

ટાઈગર શ્રોફ પર હુમલાના શંકાસ્પદોની શરૂઆતી પૂછપરછમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. તેમને ખુલાસો કર્યો છે કે તેઓ એક પ્રખ્યાત સેલિબ્રિટીને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓ તેમના પૂર્વનિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા, ત્યારે તેમને ટાઈગરને પસંદ કર્યો.

ટાઈગર શ્રોફ વિશે મળી મોટી માહિતી

જ્યારે હુમલાખોરોએ ટાઈગર પર હુમલો કરવાની યોજના બનાવી, ત્યારે તેમને એક્ટરની સુરક્ષાનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો. તેમને જાણવા મળ્યું કે ટાઈગર ઘણીવાર સુરક્ષા વિના મુસાફરી કરે છે. તેમને આ માહિતી ટાઈગરના ફેન્સ દ્વારા શેર કરાયેલ ઈન્સ્ટાગ્રામ રીલ્સમાંથી મેળવી. આનાથી તે એક સરળ નિશાન બની ગયો.

બોલીવુડને ડરાવવા માટે ટાઈગર પર હુમલો કરવામાં આવ્યો

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે હુમલાખોરોએ બોલીવુડમાં આતંક ફેલાવવા માટે ટાઈગર શ્રોફને નિશાન બનાવ્યો હતો. તેમને ટાઈગરને મારવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ સદનસીબે એક્ટરને માત્ર નાની ઈજાઓ જ થઈ હતી. આરોપીઓ એક્ટરના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સતત નજર રાખી રહ્યા હતા. પોલીસ તપાસ હાલમાં ચાલુ છે.

આ પણ વાંચો: Deepika Padukone અને રણવીર સિંહે વિજયાદશમી પર બીજી પુત્રીનું નામ કર્યું જાહેર, શેર કર્યો ફેમિલી ફોટો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.