Ramayana: 'એનિમલ'ની રાહ પર રણબીર કપૂર...! 'રામાયણ'નો રનટાઈમ જાણીને ચોંકી જશો


Ramayana
Ramayana: 'એનિમલ'ની રાહ પર રણબીર કપૂર...! 'રામાયણ'નો રનટાઈમ જાણીને ચોંકી જશો


Ramayana
Ramayana: બોલીવુડમાં આજકાલ રણબીર કપૂરની "રામાયણ" ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ સંબંધિત નવા અપડેટ્સ ફેન્સનો ઉત્સાહ સતત વધારી રહ્યા છે. રણબીરે 2023ની બ્લોકબસ્ટર "એનિમલ" પછી કોઈ નવી ફિલ્મ રિલીઝ કરી નથી. "એનિમલ" બોક્સ ઓફિસ પર ધમાકેદાર હિટ રહી હતી, જેને વિશ્વભરમાં 900 કરોડથી વધુ કમાણી કરી હતી. હવે રણબીર કપૂર ફરી એકવાર એ જ માર્ગ પર ચાલી રહ્યો છે અને તેના ફેન્સ માટે લાંબા સમય સુધી ચાલતી ફિલ્મ લઈને આવી રહ્યો છે. હા "રામાયણ" ફિલ્મનો રનટાઈમ પણ 3 કલાકથી વધુનો હશે.
"રામાયણ" ના દિવાળી રિલીઝ થવા માટે હવે 3 અઠવાડિયા બાકી છે . જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ ફેન્સનો ઉત્સાહ વધતો જાય છે. આ દરમિયાન ફિલ્મ મેકર્સ આ પ્રોજેક્ટ પર અથાક મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે યુએસએમાં સેન્સરશીપ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મોશન પિક્ચર એસોસિએશને "રામાયણ" ને PG-13 રેટિંગ આપ્યું છે. આ રેટિંગ ભારતમાં U/A રેટિંગ જેવું જ છે, એટલે કે તેમાં એવા તત્વો હોઈ શકે છે જે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે યોગ્ય ન હોય.
'રામાયણ' ને આટલા રેટિંગ કેમ આપવામાં આવ્યા છે?
મોશન પિક્ચર એસોસિએશનની વેબસાઈટ પર ખુલાસો થયો છે કે "રામાયણ" ને PG-13 રેટિંગ આપવામાં આવ્યું છે. ફિલ્મને આ રેટિંગ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેમાં "ઘણી હિંસા અને એક્શન દ્રશ્યો" છે, અને કેટલાક દ્રશ્યોમાં રક્તપાત દર્શાવવામાં આવ્યો છે. વધુમાં "રામાયણ" ને આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂરી આપવામાં આવી છે. ફિલ્મનો રનટાઈમ ત્રણ કલાકથી વધુ છે. પરંતુ IMAX વેબસાઈટ અનુસાર ફિલ્મનો રનટાઈમ 3 કલાક અને 15 મિનિટ છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ "રામાયણ" નું ઈંગ્લિશ એડિશન થોડું ટૂંકું, લગભગ 2 કલાક અને 45 મિનિટ હોઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય દર્શકો માટે ફિલ્મની રિલીઝનો ચોક્કસ સમયગાળો ટૂંક સમયમાં સ્પષ્ટ કરવામાં આવશે. આ પહેલીવાર નથી જ્યારે રણબીર કપૂરની ફિલ્મ 3 કલાકથી વધુ લાંબી થઈ હોય. "એનિમલ" પછી આ તેના કરિયરની બીજી ફિલ્મ છે જે 3 કલાકથી વધુ લાંબી છે.
રામાયણ 4000 કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે
ફિલ્મ મેકર નમિત મલ્હોત્રાએ "રામાયણ" ના બજેટ અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. VFX ભવ્ય સેટ અને આંતરરાષ્ટ્રીય સ્તરના નિર્માણને ધ્યાનમાં લેતા ફિલ્મનું કુલ બજેટ 4000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે, જે તેને ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક બનાવે છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: Salman Khanએ પોતાની બાયોપિક બનવાને લઈને ખુલાસો, કહ્યું- 'મારી જિંદગી મારી સાથે કબર સુધી જશે…'





