Ramayana: રણબીર કપૂરને કહ્યો રણવીર સિંહ, રામાયણ ઈવેન્ટમાં દિલ રાજુએ કરી મોટી ભૂલ


Ramayana
Ramayana: રણબીર કપૂરને કહ્યો રણવીર સિંહ, રામાયણ ઈવેન્ટમાં દિલ રાજુએ કરી મોટી ભૂલ


Ramayana
Ramayana: રણબીર કપૂરની "રામાયણ" ફિલ્મ તૈયાર છે. આ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થશે, અને ફેન્સમાં તેના વિશે ઘણી ચર્ચા છે. રણબીર કપૂર ભગવાન રામનું પાત્ર ભજવશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવશે અને યશ રાવણનું પાત્ર ભજવશે.
આ ફિલ્મનું નિર્માણ ગ્લોબલ લેવલે કરવામાં આવ્યું છે. દક્ષિણમાં પણ તેને સારી રીતે રિલીઝ કરવાની યોજના ચાલી રહી છે. તાજેતરમાં, હૈદરાબાદમાં "રામાયણ" માટે એક ભવ્ય પ્રી-રિલીઝ ઈવેન્ટ યોજાઈ હતી, જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિતરક દિલ રાજુએ હાજરી આપી હતી. થોડા દિવસો પહેલા બેંગલુરુમાં પણ એક સફળ ઈવેન્ટ યોજાઈ હતી. ઈવેન્ટની શરૂઆતમાં દિલ રાજુએ ફિલ્મ અને તેની સ્ટાર કાસ્ટની પ્રશંસા કરી હતી.
દિલ રાજુની પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં "રામાયણ" રિલીઝ કરશે. આ કાર્યક્રમમાં દિલ રાજુએ ભૂલ કરી. દિલ રાજુએ રણબીર કપૂરને "રણવીર સિંહ" તરીકે ઓળખાવ્યો. પોતાની ભૂલ સમજાતા, તે હસ્યો અને તરત જ માફી માગી. આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
કાર્યક્રમમાં દિલ રાજુએ શું કહ્યું?
"રામાયણ" કાર્યક્રમમાં દિલ રાજુએ કહ્યું, "રણબીરજી, અમે તમારી 2 ફિલ્મ અહીં વિતરિત કરી છે: "બ્રહ્માસ્ત્ર" અને "એનિમલ." "રામાયણ" ત્રીજી ફિલ્મ છે, અને આશા છે કે, તે અહીં સફળતાની હેટ્રિક હશે. તો આભાર, સાહેબ." પછી તેને ઉમેર્યું કે "આજના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક રણવીર સિંહ છે. માફ કરશો, રણબીર કપૂર ગારુ." વાતચીત દરમિયાન તે હસતો જોવા મળ્યો.
આ કાર્યક્રમમાં મેકર્સે જાહેરાત કરી કે 'રામાયણ'નું ગ્રાન્ડ પ્રીમિયર 27 ઓક્ટોબરે લોસ એન્જલસમાં, એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સના ડેવિડ ગેફેન થિયેટરમાં યોજાશે.
યશે તેના ફેન્સને ફિલ્મ વિશે શું કહ્યું?
યશે અંતમાં કહ્યું કે "નમિત મલ્હોત્રાએ એક મોટી ગેમ રમી છે. તેને આ ફિલ્મને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવવા માટે પોતાની પ્રતિષ્ઠા, પોતાના પૈસા અને બધું જ દાવ પર લગાવી દીધું છે. જો લોકોને સિનેમા ગમે છે, તો તેઓ તેના વિશે વાત કરશે. પરંતુ કૃપા કરીને VFXમાં નાની ખામીઓ શોધવાનો પ્રયાસ કરશો નહીં. આવી ખામીઓ ફરી ક્યારેય નહીં થાય. જો આપણે હવે તેમના જેવા લોકોને ગુમાવી દઈશું, તો આપણે ઘણા વર્ષો પાછળ રહી જઈશું. તો ચાલો, ખુલ્લા મનથી 'રામાયણ' જોઈએ."
આ પણ વાંચો: Salman Khan આ અઠવાડિયે બિગ બોસ વીકએન્ડ કા વાર નહીં કરે હોસ્ટ? જાણો કારણ





