Kareena Kapoorએ કપિલના શો પર કર્યો મોટો ખુલાસો, સૈફ અલી ખાને 3 વાર કર્યું પ્રપોઝ


Kareena Kapoor
Kareena Kapoorએ કપિલના શો પર કર્યો મોટો ખુલાસો, સૈફ અલી ખાને 3 વાર કર્યું પ્રપોઝ


Kareena Kapoor
Kareena Kapoor: કરીના અને સૈફ બોલીવુડના પ્રિય યુગલોમાંથી એક છે. તેમના લગ્નને 14 વર્ષ થઈ ગયા છે, અને ફેન્સ હજુ પણ તેમની કેમિસ્ટ્રી અને મજાકને પસંદ કરે છે. તાજેતરમાં તેઓ "ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો" ના એક નવા એપિસોડમાં જોવા મળ્યા હતા. આ પાવર કપલે તેમની પર્સનલ લાઈફ અને પ્રેમ કહાની વિશે ઘણા રસપ્રદ ખુલાસા કર્યા. શો દરમિયાન કરીના કપૂરે ખુલાસો કર્યો કે સૈફે તેને એક કે બે વાર નહીં, પરંતુ 3 વાર લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
"ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો" નો એક નવો પ્રોમો તાજેતરમાં રિલીઝ થયો હતો, જેમાં સૈફ અને કરીના કપૂરની ફની કેમેસ્ટ્રી જોવા મળી. પ્રોમો દરમિયાન કરીનાએ ખુલાસો કર્યો કે સૈફે તેને પહેલા મુંબઈમાં, પછી ફરીથી ગ્રીસમાં અને અંતે પેરિસમાં લગ્ન માટે હા પાડી હતી.
સૈફ અલી ખાનની ફની પ્રતિક્રિયા થઈ વાયરલ
કરીના કપૂરનો ખુલાસો સાંભળીને સૈફ અલી ખાને ખૂબ જ ફની અંદાજમાં જવાબ આપ્યો. તેને મજાકમાં કહ્યું કે "જો તમે મુંબઈમાં પહેલા પ્રપોઝ માટે હા પાડી હોત, તો મારા ઘણા પૈસા બચી ગયા હોત." સૈફના જવાબ પર હોસ્ટ કપિલ શર્મા અને હાજર બધા લોકો હસી પડ્યા.
View post on Instagram
કપિલના શોમાં સ્ટાર્સની મહેફિલ
કપિલ શર્માના શોમાં, બંનેએ તેમના 14 વર્ષના લગ્ન જીવન, તેમના ઘરની આદતો અને એકબીજા વિશેની ફની હકીકતો ખુલ્લેઆમ ચર્ચા કરી. ફેન્સ આ એપિસોડ વિશે ખૂબ જ એક્સાઈટેડ છે.
સૈફ-કરીનાના લગ્ન ક્યારે થયા?
ફિલ્મ "ટશન" ના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાન અને કરીના કપૂર વચ્ચે નિકટતા વધવા લાગી. ભલે તેઓ એકબીજાને પહેલાથી જાણતા હતા, પરંતુ આ ફિલ્મના સેટ પર તેમનો પ્રેમ ખીલ્યો. થોડા વર્ષો ડેટિંગ કર્યા પછી તેમને 16 ઓક્ટોબર, 2012 ના રોજ લગ્ન કર્યા. સૈફ અને કરીનાને 2 પુત્રો છે, તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન.
આ પણ વાંચો: Madhuri Dixitને 27મી એનવર્સરી પર પતિ શ્રીરામ નેનેએ ખાસ અંદાજમાં કર્યું વિશ, લગ્નની ઝલક કરી શેર





