Get News Alerts

Never miss breaking news updates.

Anant Ambani: લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો અનંત અંબાણી , બાપ્પાના લીધા આશીર્વાદ

Anant Ambani: ગણપતિ વિસર્જન પછી અનંત અંબાણીએ મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. સોશિયલ મીડિયા પર અનંતની ભક્તિ અને મૂલ્યોની ખૂબ પ્રશંસા થઈ.
Nancy ShuklaUpdated on: 17 Sep 2026 06:13 PM IST
Anant Ambani: લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો અનંત અંબાણી , બાપ્પાના લીધા આશીર્વાદAnant Ambani: લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો અનંત અંબાણી , બાપ્પાના લીધા આશીર્વાદ

Anant Ambani

Anant Ambani: અંબાણી પરિવારની ધાર્મિક શ્રદ્ધાથી દરેક લોકો વાકેફ છે. પરિવારના દરેક સભ્ય વિવિધ પ્રસંગોએ પૂજા અને ધાર્મિક સેરેમનીમાં ભાગ લેતા જોવા મળ્યા છે. ખાસ કરીને ગણેશ ઉત્સવ દરમિયાન અંબાણી પરિવારની ભક્તિ અને ભવ્ય ઉજવણીની ચર્ચા ઘણીવાર થાય છે.

અનંત અંબાણી ઘણીવાર ભગવાન ગણેશમાં તેમની શ્રદ્ધા માટે પણ ચર્ચામાં રહે છે. આ વર્ષે પણ તેમને તેની પત્ની રાધિકા મર્ચન્ટ અને પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું અને ખૂબ જ ઉત્સાહથી ઉત્સવ ઉજવ્યો. હવે ગણેશ વિસર્જન પછી અનંત ફરી એકવાર બાપ્પાના દરબારમાં પહોંચ્યો છે.

અનંત અંબાણી લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા

અનંત અંબાણીએ તાજેતરમાં મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા મંદિરની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ કડક સુરક્ષા વચ્ચે ગણપતિ પંડાલ તરફ જતા જોવા મળ્યો. તેઓ તેમના સાથીઓ સાથે લાલબાગચા રાજા મંદિરના દર્શન કરવા પહોંચ્યો. તેને લાલ કુર્તો પહેર્યો હતો. દર્શન દરમિયાન અનંત અંબાણીએ બાપ્પાના ચરણોમાં માથું નમાવ્યું અને તેમના આશીર્વાદ લીધા. તેમની ભક્તિ કેમેરામાં કેદ થઈ ગઈ, અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. વીડિયો જોયા પછી ઘણા લોકોએ અનંતની ધાર્મિક શ્રદ્ધા અને મૂલ્યોની પ્રશંસા કરી.

View post on Instagram

ગણપતિ ઉત્સવ દરમિયાન પણ અનંતની ભક્તિ જોવા મળી

દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર અનંત અંબાણી બાપ્પાનું ખાસ ઉત્સાહથી સ્વાગત કરે છે. આ વખતે પણ અંબાણી પરિવારે ઘરે ખૂબ જ ઉત્સાહથી ગણપતિ ઉત્સવ ઉજવ્યો હતો. અનંત અને રાધિકા મર્ચન્ટની સાથે પરિવારના અન્ય સભ્યોએ પણ પૂજા અને ઉજવણીમાં ભાગ લીધો હતો. બે દિવસના ઉત્સવ પછી પરિવારના સભ્યો ગાતા-ગાતા નાચતા ગણપતિ વિસર્જન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અનંત અંબાણીનો ઉત્સાહ પણ જોવા જેવો હતો. ગણપતિ બાપ્પાની વિદાયના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. હવે, વિસર્જન પછી અનંતને ફરી એકવાર લાલબાગચા રાજાના દર્શન કરતા જોઈને બાપ્પામાં તેમની શ્રદ્ધાની ચર્ચા થઈ રહી છે.

2024 માં લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે બોર્ડના માનદ સલાહકાર સભ્ય તરીકે તેમની નિમણૂકની જાહેરાત કરી. ત્યારથી અનંત બોર્ડ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે અનંત દર વર્ષે લાલબાગચા રાજાના દર્શન કરે છે. ગયા વર્ષે તેઓ બાપ્પાના આશીર્વાદ લેવા માટે એકલા પણ ગયો હતો. પરંતુ અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ લાલબાગચા રાજાના દર્શન કરે છે.

આ પણ વાંચો: Prithvi Shaw અને આકૃતિ અગ્રવાલની સગાઈ તૂટી, એક્ટ્રેસે બ્રેકઅપ પોસ્ટમાં કહી દિલની વાત

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.