વોટ્સએપ પર હવે બિલ પેમેન્ટની સુવિધા, અલગ-અલગ એપ્સની ઝંઝટ થશે ખતમ!



WhatsApp Bill Payments
વોટ્સએપ પર હવે બિલ પેમેન્ટની સુવિધા, અલગ-અલગ એપ્સની ઝંઝટ થશે ખતમ!



WhatsApp Bill Payments
WhatsApp Bill Payments: વોટ્સએપ હવે માત્ર ચેટિંગ, ફોટો-વિડિયો શેરિંગ કે કોલિંગ પૂરતું સીમિત રહ્યું નથી. ભારતમાં યુઝર્સ માટે વોટ્સએપે Bill Payments ફીચર શરૂ કર્યું છે. આ સુવિધા હેઠળ હવે યુઝર્સ વોટ્સએપ છોડ્યા વગર અનેક પ્રકારના બિલ અને પેમેન્ટ કરી શકશે. મેટાએ ભારતમાં ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) નેટવર્ક સાથે જોડાણ કરીને આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કંપનીના જણાવ્યા મુજબ, આ સર્વિસમાં 30 કેટેગરીના 22,722થી વધુ બિલર્સ જોડાયેલા છે.
કયા-કયા બિલ ભરી શકાશે?
નવા ફીચરની મદદથી યુઝર્સ વોટ્સએપ પરથી વિવિધ પ્રકારના પેમેન્ટ કરી શકશે, જેમાં—
વીજળી અને પાણીનું બિલ
ગેસનું બિલ અને રિચાર્જ
FASTag રિચાર્જ
ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ
લોનની EMI
ઇન્શ્યોરન્સ પ્રીમિયમ
હવે અલગ-અલગ એપ્સની જરૂર નહીં પડે?
અત્યાર સુધી અલગ-અલગ બિલ માટે અલગ એપ અથવા વેબસાઇટનો ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ વોટ્સએપના આ નવા ફીચરથી અનેક પ્રકારના બિલ પેમેન્ટ એક જ પ્લેટફોર્મ પરથી કરવાની સુવિધા મળશે. અર્થાત, મિત્રો અને પરિવારને મેસેજ કરવા માટે જે વોટ્સએપનો ઉપયોગ કરો છો, એ જ એપ પરથી હવે ઘરનું વીજળી-પાણીનું બિલ, FASTag, ક્રેડિટ કાર્ડ સહિતના પેમેન્ટ પણ કરી શકાશે.
વોટ્સએપ વધુ ઉપયોગી બનશે
ભારતમાં વોટ્સએપનો વ્યાપક ઉપયોગ થાય છે. મેટા સતત નવા ફીચર્સ ઉમેરીને વોટ્સએપને માત્ર મેસેજિંગ એપ નહીં પરંતુ રોજિંદા જીવનના વિવિધ ડિજિટલ કામ માટે ઉપયોગી પ્લેટફોર્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. Bill Payments ફીચર પણ આ દિશામાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
બિલ પેમેન્ટ કરવાની સરળ રીત
સૌપ્રથમ તમારા ફોનમાં WhatsApp ઓપન કરો.
હોમ સ્ક્રીન પર આપેલા ₹ (રૂપિયા) ના આઈકન પર ટેપ કરો.
હવે તમને Bill Payments નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરીને બિલની કેટેગરી પસંદ કરો (જેમ કે Electricity).
તમારા વીજળી બોર્ડ કે સર્વિસ પ્રોવાઈડરનું નામ ચૂંટીને તમારો કસ્ટમર કે એકાઉન્ટ નંબર દાખલ કરો.
વિગતો નાખ્યા પછી જો બિલ સિસ્ટમમાં ઉપલબ્ધ હશે, તો સ્ક્રીન પર રકમ દેખાશે. માહિતી ચકાસ્યા બાદ પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરો.
એક જ એપમાં મળશે બિલ પેમેન્ટ કરવાની સુવિધા
જે લોકો દર મહિને અનેક પ્રકારના બિલ ભરે છે તેમને આ ફીચરથી મોટો ફાયદો થશે. અગાઉ ઉપયોગમાં લેવાયેલા બિલર્સ હિસ્ટ્રીમાં સેવ થઈ જશે, જેથી આગામી વખતે બિલ ભરવું વધુ સરળ અને ઝડપી બનશે. હાલમાં આ ફીચર તબક્કાવાર રીતે રોલઆઉટ થઈ રહ્યું છે, તેથી તમામ યુઝર્સને ટૂંક સમયમાં જ તેનો લાભ મળવા લાગશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



