Warren Buffett : બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી વોરેન બફેટે આપ્યું રાજીનામું, હવે કોણ સંભાળશે કંપનીની કમાન?


Warren Buffett
Warren Buffett : બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી વોરેન બફેટે આપ્યું રાજીનામું, હવે કોણ સંભાળશે કંપનીની કમાન?


Warren Buffett
Warren Buffett : દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ 18 સપ્ટેમ્બર, 2026ના રોજ આ અંગે જાહેરાત કરી હતી. હવે 96 વર્ષીય વોરેન બફેટને Chairman Emeritus બનાવવામાં આવ્યા છે. જોકે તેઓ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં યથાવત રહેશે અને પોતાના અનુભવ તથા માર્ગદર્શનથી કંપનીને સલાહ આપતા રહેશે.
હાવર્ડ 1993થી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ
કંપનીની લાંબા સમયથી ચાલી આવતી ઉત્તરાધિકાર યોજનાના ભાગરૂપે વોરેન બફેટના પુત્ર હાવર્ડ જી. બફેટને બર્કશાયર હેથવેના નવા ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હાવર્ડ 1993થી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે. કંપનીના CEO તરીકે ગ્રેગ એબેલ યથાવત રહેશે. એબેલે અગાઉ 2026માં CEO તરીકે વોરેન બફેટનું સ્થાન લીધું હતું. જ્યારે સુસાન એલ. ડેકર લીડ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે પોતાની જવાબદારી ચાલુ રાખશે.
વોરેન બફેટ બોર્ડમાં રહેશે સામેલ
બર્કશાયર હેથવેના બોર્ડ તરફથી ગ્રેગ એબેલે જણાવ્યું કે અમેરિકન બિઝનેસના ઈતિહાસમાં કંપની અને તેના શેરધારકો પર વોરેન બફેટની અસર અસાધારણ રહી છે. તેમણે બર્કશાયર હેથવેમાં વિકસાવેલી સંસ્કૃતિ અને મૂલ્યોને આગળ પણ જાળવી રાખવાની વાત કરી હતી. હાવર્ડ બફેટ Howard G. Buffett Foundationના ચેરમેન અને CEO પણ છે. આ સંસ્થા માનવતાવાદી અને સંરક્ષણ સંબંધિત કાર્યો માટે ભંડોળ પૂરું પાડે છે. તેઓ અગાઉ અનેક જાહેર અને ખાનગી કંપનીઓના બોર્ડમાં પણ સેવા આપી ચૂક્યા છે.
આ ફેરફારથી વોરેન બફેટ બર્કશાયર હેથવે સાથે સંપૂર્ણપણે અલગ થયા નથી. તેઓ બોર્ડમાં રહીને કંપનીને પોતાનું માર્ગદર્શન આપતા રહેશે. કંપનીના જણાવ્યા મુજબ, આ ફેરફાર લાંબા સમયથી તૈયાર કરવામાં આવેલી ઉત્તરાધિકાર યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે. તમને જણાવી દઈએ કે હાલના મળી રહેલા આંકડા મુજબ વોરેન બફેટની નેટવર્થ આશરે $146.6 બિલિયન છે, એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે ₹13 લાખ કરોડથી વધુ છે. તેઓ વિશ્વના અબજોપતિઓમાં 10મા ક્રમે છે.
આ પણ વાંચો : Gold Silver Price Today: US Fedના નિર્ણય બાદ સોનું-ચાંદી ગગડ્યા, ચાંદી ₹2,300થી વધુ સસ્તી; જાણો નવા રેટ





