Petrol-Diesel Price Today: ગુજરાતમાં ક્યાં સસ્તું અને ક્યાં મોંઘું? જાણો 27 ઓગસ્ટના પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ


Petrol-Diesel Price Today: ગુજરાતમાં ક્યાં સસ્તું અને ક્યાં મોંઘું? જાણો 27 ઓગસ્ટના પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ


Petrol-Diesel Price Today: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને આજે પણ લોકોની નજર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરવામાં આવતા દૈનિક રેટ પર છે. 27 ઓગસ્ટ 2026ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ શહેર પ્રમાણે કિંમતોમાં તફાવત યથાવત્ છે. કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર-રૂપિયાના વિનિમય દર સહિતના પરિબળોને ધ્યાનમાં રાખીને રેટ જાહેર કરે છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 60 સેન્ટ એટલે કે આશરે 0.7% ઘટીને $87.24 પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. WTI ક્રૂડ પણ 56 સેન્ટ એટલે કે 0.7% ઘટીને $81.67 પ્રતિ બેરલ થયું હતું. મધ્ય પૂર્વમાં રાજદ્વારી વાટાઘાટો શરૂ થવાથી ક્રૂડ સપ્લાય સામાન્ય થવાની આશાએ પણ ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
27 ઓગસ્ટના રેટ મુજબ દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20, કોલકાતામાં પેટ્રોલ ₹113.51 અને ડીઝલ ₹99.82, મુંબઈમાં પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83, જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ ₹107.78 અને ડીઝલ ₹99.56 પ્રતિ લિટર છે.
ગુજરાતમાં ક્યાં કેટલો ભાવ?
ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ ₹101થી ₹103 પ્રતિ લિટરની આસપાસ જોવા મળી રહ્યા છે.
અમદાવાદ: પેટ્રોલ ₹102.15 | ડીઝલ ₹98.27
ગાંધીનગર: પેટ્રોલ ₹102.04 | ડીઝલ ₹98.15
રાજકોટ: પેટ્રોલ ₹101.85 | ડીઝલ ₹97.99
સુરત: પેટ્રોલ ₹102.85 | ડીઝલ ₹97.95
વડોદરા: પેટ્રોલ ₹101.46 | ડીઝલ ₹97.57
ભાવનગર: પેટ્રોલ ₹103.41 | ડીઝલ ₹99.53
જામનગર: પેટ્રોલ ₹102.31 | ડીઝલ ₹97.85
જૂનાગઢ: પેટ્રોલ ₹102.05 | ડીઝલ ₹97.85
દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ ક્યાં?
આપવામાં આવેલી માહિતી મુજબ પોર્ટ બ્લેરમાં પેટ્રોલ સૌથી સસ્તું છે, જ્યાં તેનો ભાવ ₹88.66 પ્રતિ લિટર છે. ઓછા સ્થાનિક કરને કારણે અહીં ઇંધણના ભાવ અન્ય મોટા શહેરોની સરખામણીમાં ઓછા રહે છે.



