ભારતીય અર્થતંત્રની તોફાની રફ્તાર યથાવત, એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8%



India GDP Growth 7.8 Percent
ભારતીય અર્થતંત્રની તોફાની રફ્તાર યથાવત, એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8%



India GDP Growth 7.8 Percent
India GDP Growth 7.8 Percent: ભારતીય અર્થતંત્રની તેજ ગતિ યથાવત રહી છે. નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન દેશનો GDP વિકાસદર 7.8 ટકા નોંધાયો છે. ગયા નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિકમાં આ વિકાસદર 6.9 ટકા હતો. એટલે કે એક વર્ષમાં GDP ગ્રોથમાં 0.9 ટકાનો વધારો થયો છે.
Nominal GDP ગ્રોથ 10.3 ટકા
સરકારી આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં Nominal GDP વિકાસદર 10.3 ટકા રહ્યો છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આ દર 8.1 ટકા હતો. આ દરમિયાન Real Gross Value Added એટલે કે Real GVA 8.2 ટકાના દરે વધ્યો છે, જ્યારે Nominal GVA ગ્રોથ 11.5 ટકા રહ્યો છે.
સર્વિસ સેક્ટરે અર્થતંત્રને આપી મોટી ગતિ
પ્રથમ ત્રિમાસિકમાં દેશના આર્થિક વિકાસને સૌથી વધુ ગતિ તૃતીયક એટલે કે સર્વિસ સેક્ટર તરફથી મળી છે. આ ક્ષેત્રે 10 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ખાસ કરીને ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ, IT અને પ્રોફેશનલ સર્વિસિસ ક્ષેત્રે 12.1 ટકાની વૃદ્ધિ સાથે સર્વિસ સેક્ટરની આગેવાની કરી છે.
મેન્યુફેક્ચરિંગ સહિત સેકન્ડરી સેક્ટરમાં પણ મજબૂત વૃદ્ધિ
સ્થિર કિંમતોના આધારે પ્રથમ ત્રિમાસિકમાં સેકન્ડરી સેક્ટરની વૃદ્ધિ 8.6 ટકા રહી છે. જ્યારે પ્રાઇમરી સેક્ટરમાં 2.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં પણ 3.6 ટકાનો વિકાસદર નોંધાયો છે.
રોકાણમાં તેજી, GFCF ગ્રોથ 11.9 ટકા
દેશમાં રોકાણની ગતિમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં Gross Fixed Capital Formation (GFCF) 11.9 ટકા વધ્યું છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ વૃદ્ધિદર 5.8 ટકા હતો.
લોકોનો ખર્ચ પણ વધ્યો
પ્રથમ ત્રિમાસિકમાં Private Final Consumption Expenditure (PFCE)માં સ્થિર કિંમતોના આધારે 7.1 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડો દેશમાં ખાનગી વપરાશ અને લોકોના ખર્ચમાં પણ મજબૂત વૃદ્ધિ તરફ ઈશારો કરે છે.
RBIનો 7 ટકાનો અંદાજ પાછળ રહ્યો
ઓગસ્ટની શરૂઆતમાં મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત દરમિયાન RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં GDP ગ્રોથનો અંદાજ 7 ટકા રાખ્યો હતો. જોકે વાસ્તવિક વિકાસદર 7.8 ટકા રહ્યો છે. RBI ગવર્નરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સપ્લાય સાઇડ પર દબાણ, ઊર્જાના ભાવમાં ઉતાર-ચઢાવ અને સપ્લાય ચેઇન અંગેની અનિશ્ચિતતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



