FII Investment: શેરબજારમાં વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી, માત્ર 5 જ દિવસમાં 32,646 કરોડની કરી ખરીદી


શેરબજારમાં વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી
FII Investment: શેરબજારમાં વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી, માત્ર 5 જ દિવસમાં 32,646 કરોડની કરી ખરીદી


શેરબજારમાં વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી
FII Investment: ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ખરીદી સતત વધી રહી છે. વિદેશી રોકાણકારોએ શુક્રવાર, 20 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં રૂપિયા 10,308.42 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી. આ સપ્તાહ દરમિયાન એક જ દિવસમાં કરવામાં આવેલી સૌથી મોટી ખરીદી છે. આ સાથે વિદેશી રોકાણકારોએ સતત 15મા ટ્રેડિંગ દિવસે વેચવાલી કરતાં વધુ ખરીદી નોંધાવી છે.
DIIએ શુક્રવારે રૂપિયા 4,859.80 કરોડના શેરની ચોખ્ખી વેચવાલી કરી
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્રોવિઝનલ ફંડ ફ્લો ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ આ સપ્તાહના પાંચ ટ્રેડિંગ દિવસોમાં કુલ રૂપિયા 32,646.67 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે. ગુરુવાર, 19 નવેમ્બરના રોજ FIIsએ રૂપિયા 7,411.41 કરોડની ખરીદી કરી હતી. જ્યારે શુક્રવારે ખરીદીનો આંકડો વધીને રૂપિયા 10,308.42 કરોડ થયો હતો. વિદેશી રોકાણકારોની ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs)એ શુક્રવારે રૂપિયા 4,859.80 કરોડના શેરની ચોખ્ખી વેચવાલી કરી હતી.
વેચવાલી બાદ વિદેશી રોકાણકારોની વાપસી
અગાઉ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ બજારમાંથી અબજો ડોલરનું રોકાણ પાછું ખેંચ્યું હતું. જોકે, હવે છેલ્લા 15 ટ્રેડિંગ દિવસોમાં વિદેશી રોકાણકારોએ ફરીથી રૂપિયા 14,000 કરોડથી વધુનું રોકાણ કર્યું. આ સતત ખરીદીના કારણે ભારત ઉભરતા બજારોમાં વિદેશી ઈક્વિટી રોકાણ માટે આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે. વિદેશી રોકાણકારોની વધતી ખરીદી ભારતીય શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.




