Shani Margi 2026: વર્ષ પૂરું થતાં પહેલાં ચમકી શકે છે આ રાશિઓનું ભાગ્ય, શનિની સીધી ચાલથી થશે મોટો લાભ!

Shani Margi 2026: 11 ડિસેમ્બર 2026ના રોજ શનિદેવ મીન રાશિમાં માર્ગી થશે. મેષ, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને નોકરી, વેપાર અને આર્થિક બાબતોમાં લાભ મળી શકે છે.
Nancy Shukal
Nancy Shukal
Shani Margi 2026: શનિ માર્ગી થતાં આ રાશિઓને થશે ફાયદોShani Margi 2026: શનિ માર્ગી થતાં આ રાશિઓને થશે ફાયદો

Shani Margi 2026: શનિ માર્ગી થતાં આ રાશિઓને થશે ફાયદો

Shani Margi 2026: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. માન્યતા અનુસાર, શનિદેવ વ્યક્તિને તેનાં કર્મો પ્રમાણે ફળ આપે છે. આવી સ્થિતિમાં શનિની ચાલમાં થતો ફેરફાર તમામ 12 રાશિઓ માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. જ્યારે શનિદેવ વક્રી અવસ્થામાંથી બહાર આવી માર્ગી થાય છે, ત્યારે અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની શક્યતા રહે છે.

પંચાંગ અનુસાર, 11 ડિસેમ્બર 2026ના રોજ સવારે 5 વાગ્યે શનિદેવ મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. તેઓ 3 જૂન 2027 સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષીય માન્યતા અનુસાર, શનિની આ સીધી ચાલની ખાસ અસર મેષ, તુલા, મકર અને કુંભ રાશિના જાતકો પર જોવા મળી શકે છે. આ રાશિના લોકોને નોકરીમાં પ્રગતિ, વેપારમાં લાભ અને આર્થિક સ્થિતિમાં સુધારાની તકો મળી શકે છે.

ક્યારે માર્ગી થશે શનિદેવ?

જ્યોતિષીય ગણતરી મુજબ, 11 ડિસેમ્બર 2026ના રોજ સવારે 5 વાગ્યે શનિદેવ મીન રાશિમાં માર્ગી થશે. ત્યારબાદ 3 જૂન 2027ના રોજ તેઓ પોતાની નીચ રાશિ મેષમાં પ્રવેશ કરશે. શનિની માર્ગી ચાલને લાંબા સમયથી અટકેલાં કામોમાં પ્રગતિ અને મુશ્કેલીઓમાંથી રાહત મળવાના સમય તરીકે જોવામાં આવે છે.

શનિની માર્ગી ચાલથી આ 4 રાશિઓને મળી શકે છે લાભ

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શનિની માર્ગી ચાલ લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ધનલાભના સારા યોગ બની શકે છે. વિદેશ સાથે જોડાયેલા વ્યવસાયમાં કામ કરતા લોકોને વિશેષ લાભ મળી શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. જોકે, કામનું દબાણ વધી શકે છે. વેપારમાં પણ ધીમે-ધીમે સુધારો થવાની શક્યતા છે. તેથી ધીરજ રાખીને પ્રયાસો ચાલુ રાખવા જરૂરી રહેશે.

તુલા રાશિ (Libra)

તુલા રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ સારા સમાચાર લઈને આવી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારવધારાની તક મળી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળવાની શક્યતા છે. લાંબા સમયથી અટવાયેલા કાનૂની કેસોમાં પણ રાહત મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરતાં પૈસા સંબંધિત મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.

મકર રાશિ (Capricorn)

મકર રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું રાહતદાયક બની શકે છે. નોકરીમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ ધીમે-ધીમે દૂર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓને નવા લોકો સાથે કામ કરવાની તક મળશે. જૂના રોકાણમાંથી સારો નફો મળવાની પણ શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે.

કુંભ રાશિ (Aquarius)

કુંભ રાશિના જાતકો માટે શનિની માર્ગી ચાલ શુભ પરિણામો આપી શકે છે. આ સમયગાળામાં આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે આવકના નવા રસ્તા ખુલી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. નોકરી કરતા અને વેપાર સાથે જોડાયેલા લોકોને પ્રગતિની નવી તકો મળી શકે છે. જોકે, બિનજરૂરી ખર્ચથી બચવું જરૂરી રહેશે. બચત પર ધ્યાન આપવાથી ભવિષ્યમાં આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Bhai Dooj 2026: ભાઈબીજ પર બહેનને રાશિ પ્રમાણે આપો ખાસ ભેટ, જાણો