Tulsi Puja: રામા તુલસી કે શ્યામા તુલસી, ઘરમાં કયો છોડ લગાવવો વધુ શુભ? જાણો બંનેનું ધાર્મિક મહત્વ


Tulsi: રામા કે શ્યામા તુલસી, ઘરમાં કયો છોડ લગાવવો શુભ?
Tulsi Puja: રામા તુલસી કે શ્યામા તુલસી, ઘરમાં કયો છોડ લગાવવો વધુ શુભ? જાણો બંનેનું ધાર્મિક મહત્વ


Tulsi: રામા કે શ્યામા તુલસી, ઘરમાં કયો છોડ લગાવવો શુભ?
Tulsi Puja: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાન અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે ઘરોમાં રામા અને શ્યામા એમ બે પ્રકારની તુલસી જોવા મળે છે. પરંતપ બંનેના પાંદડાંનો રંગ, સુગંધ અને ધાર્મિક મહત્વ અલગ છે. આવી સ્થિતિમાં અનેક લોકોના મનમાં સવાલ થાય છે કે ઘરમાં કઈ તુલસી લગાવવી વધુ શુભ છે? તમને જણાવી દઈએ કે બંને વચ્ચેનો તફાવત અને તેનું ધાર્મિક મહત્વ.
રામા અને શ્યામા તુલસી વચ્ચે શું છે તફાવત?
રામા તુલસીની ઓળખ
રામા તુલસીને શ્રી તુલસી અને ગૌરી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પાંદડાં લીલા રંગના હોય છે અને તેનું થડ પણ સામાન્ય રીતે લીલું જોવા મળે છે. તેની સુગંધ હળવી હોય છે અને સ્વાદ શ્યામા તુલસીની સરખામણીમાં ઓછો તીખો હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રામા તુલસીનો ઉપયોગ રોજિંદી પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનોમાં કરવામાં આવે છે.
શ્યામા તુલસી કેવી હોય છે?
શ્યામા તુલસીને કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પાંદડાંમાં ઘેરા લીલા, જાંબલી અથવા લાલ રંગની છટા જોવા મળે છે. તેનું થડ પણ જાંબલી રંગનું હોઈ શકે છે. રામા તુલસીની સરખામણીમાં તેની સુગંધ અને સ્વાદ વધુ તીવ્ર હોય છે. ભગવાન શ્રીકૃષ્ણના શ્યામ વર્ણ સાથેના જોડાણને કારણે તેને કૃષ્ણ તુલસી કહેવામાં આવે છે. માન્યતા અનુસાર, શ્રીકૃષ્ણની પૂજામાં પણ આ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.
બંને તુલસીનું શું છે ધાર્મિક મહત્વ?
હિન્દુ ધર્મમાં રામા અને શ્યામા બંને તુલસીને પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન તુલસીપત્ર અર્પણ કરવું શુભ ગણાય છે. બંને પ્રકારની તુલસીનું પોતાનું અલગ ધાર્મિક મહત્વ છે. પરંતુ ધાર્મિક દૃષ્ટિએ એક તુલસીને બીજી કરતાં ઓછી મહત્વની માનવાનો કોઈ નિયમ નથી.
ઘરમાં કઈ તુલસી લગાવવી વધુ શુભ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘરમાં રામા અથવા શ્યામા બંનેમાંથી કોઈ પણ તુલસીનો છોડ લગાવી શકાય છે. બંને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આવો કોઈ ફરજિયાત નિયમ નથી કે ઘરમાં માત્ર એક જ પ્રકારની તુલસી હોવી જોઈએ. જો ઘરમાં પૂરતી જગ્યા હોય તો બંને છોડ લગાવી શકાય છે. જ્યારે જગ્યા ઓછી હોય ત્યારે પોતાની પસંદગી અને અનુકૂળતા પ્રમાણે કોઈ એક તુલસી પસંદ કરી શકાય છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: Tulsi Vivah 2026: તુલસી માતાને દુલ્હનની જેમ શા માટે સજાવવામાં આવે છે? જાણો ખાસ પરંપરાઓ




