Navratri Shakti Parv 2026: ગુજરાતનાં 9 શક્તિપીઠો અને મંદિરોમાં ‘નવરાત્રિ શક્તિપર્વ-2026’, ₹2.90 કરોડના ખર્ચે યોજાશે ભવ્ય કાર્યક્રમો



Navratri Shakti Parv 2026 Gujarat
Navratri Shakti Parv 2026: ગુજરાતનાં 9 શક્તિપીઠો અને મંદિરોમાં ‘નવરાત્રિ શક્તિપર્વ-2026’, ₹2.90 કરોડના ખર્ચે યોજાશે ભવ્ય કાર્યક્રમો



Navratri Shakti Parv 2026 Gujarat
Navratri Shakti Parv 2026 Gujarat: નવરાત્રિ પર્વને ભક્તિ અને ગુજરાતી લોકસંસ્કૃતિના રંગે રંગવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘નવરાત્રિ શક્તિપર્વ-2026’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યનાં 9 પ્રખ્યાત માતાજીનાં મંદિરો અને શક્તિપીઠોમાં 11થી 19 ઓક્ટોબર દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ આયોજન માટે રાજ્ય સરકારે ₹2.90 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્ણય હેઠળ યોજાનારા આ કાર્યક્રમોમાં જાણીતા ગુજરાતી લોકકલાકારો માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવશે. વિવિધ મંદિરોમાં યોજાનારા આ કાર્યક્રમો દ્વારા ભક્તિ, પરંપરા અને લોકસંગીતનો અનોખો સંગમ જોવા મળશે.

કયા દિવસે ક્યાં યોજાશે કાર્યક્રમ?
નવરાત્રિ શક્તિપર્વ અંતર્ગત રાજ્યનાં નવ પ્રખ્યાત દેવસ્થાનોમાં અલગ-અલગ દિવસે કાર્યક્રમો યોજાશે.
11 ઓક્ટોબર: શ્રી અંબાજી શક્તિપીઠ, બનાસકાંઠા
12 ઓક્ટોબર: શ્રી બહુચરાજી શક્તિપીઠ, મહેસાણા
13 ઓક્ટોબર: શ્રી ઉમિયા માતા મંદિર, ઊંઝા
14 ઓક્ટોબર: શ્રી આશાપુરા માતાજી મંદિર, મઢ-કચ્છ
15 ઓક્ટોબર: શ્રી ચામુંડા માતા મંદિર, ચોટીલા
16 ઓક્ટોબર: શ્રી મહાકાળી મંદિર, પાવાગઢ
17 ઓક્ટોબર: શ્રી ભદ્રકાળી મંદિર, અમદાવાદ
18 ઓક્ટોબર: શ્રી હરસિદ્ધિ માતા મંદિર, દેવભૂમિ દ્વારકા
19 ઓક્ટોબર: શ્રી મોઢેશ્વરી માતા મંદિર, મોઢેરા
અરવિંદ વેગડા અને હિમાલી વ્યાસ નાયકના ગરબા આકર્ષણનું કેન્દ્ર
આ શક્તિપર્વમાં જાણીતા ગાયક કલાકારોના કાર્યક્રમો વિશેષ આકર્ષણ બની રહેશે. 12 ઓક્ટોબરે બહુચરાજી ખાતે લોકપ્રિય ગાયક અરવિંદ વેગડાના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 19 ઓક્ટોબરે મોઢેરા સ્થિત શ્રી મોઢેશ્વરી માતા મંદિરે ગાયિકા હિમાલી વ્યાસ નાયકની ઉપસ્થિતિમાં ગરબાનું આયોજન થશે. રાજ્યનાં અન્ય સાત દેવસ્થાનોમાં પણ જાણીતા ગાયકો દ્વારા ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં માઈભક્તો માતાજીની આરાધના સાથે ગુજરાતી લોકસંગીત અને પરંપરાગત ગરબાનો આનંદ માણી શકશે.
ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ
‘નવરાત્રિ શક્તિપર્વ-2026’નો હેતુ નવરાત્રિની ધાર્મિક પરંપરાને લોકસંસ્કૃતિ સાથે જોડવાનો અને રાજ્યનાં પ્રખ્યાત દેવસ્થાનોમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરવાનો છે. નવ દિવસ સુધી યોજાનારા આ કાર્યક્રમો દરમિયાન શ્રદ્ધાળુઓને માતાજીનાં દર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળશે. રાજ્ય સરકારના આ આયોજનથી નવરાત્રિની ઉજવણીમાં ધાર્મિક શ્રદ્ધા, ગુજરાતી લોકસંગીત અને ગરબાની પરંપરાને વિશેષ સ્થાન મળશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





