Khatu Shyam Jayanti 2026: 20 કે 21 નવેમ્બર, જાણો સાચી તારીખ અને ઘરે પૂજા કરવાની વિધિ


Khatu Shyam Jayanti 2026: જાણો ક્યારે છે ખાટુ શ્યામજીનો જન્મોત્સવ?
Khatu Shyam Jayanti 2026: 20 કે 21 નવેમ્બર, જાણો સાચી તારીખ અને ઘરે પૂજા કરવાની વિધિ


Khatu Shyam Jayanti 2026: જાણો ક્યારે છે ખાટુ શ્યામજીનો જન્મોત્સવ?
Khatu Shyam Jayanti 2026: હિન્દુ ધર્મમાં ખાટુ શ્યામ બાબાના ભક્તો માટે તેમનો જન્મોત્સવ ખૂબ જ વિશેષ મહત્ત્વ ધરાવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા ખાટુધામ પહોંચીને બાબાનાં દર્શન કરે છે. આ દિવસે આખું મંદિર પરિસર ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઊઠે છે. જોકે, ઘણા ભક્તો કોઈ કારણસર ખાટુધામ જઈ શકતા નથી, તેઓ ઘરે જ બાબાનો દરબાર સજાવીને પૂજા-અર્ચના કરે છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં ખાટુ શ્યામજીનો જન્મોત્સવ ક્યારે ઉજવાશે અને ઘરે કેવી રીતે પૂજા કરવી.
ખાટુ શ્યામજીનો જન્મોત્સવ 20 કે 21 નવેમ્બરે?
હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની દેવઉઠી એકાદશીના દિવસે ખાટુ શ્યામ બાબાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં એકાદશી તિથિની શરૂઆત 20 નવેમ્બરના રોજ સવારે 7:15 વાગ્યે થશે અને સમાપ્તિ 21 નવેમ્બરના રોજ સવારે 6:31 વાગ્યે થશે. ઉદયાતિથિની માન્યતા અનુસાર ખાટુ શ્યામજીનો જન્મોત્સવ 20 નવેમ્બર 2026ના રોજ ઉજવવામાં આવશે.
ખાટુધામમાં કેવી રીતે ઉજવાશે જન્મોત્સવ?
જન્મોત્સવ નિમિત્તે ખાટુધામ મંદિરમાં બાબાની પ્રતિમાને અત્તરથી સ્નાન કરાવી ગુલાબ, ચંપા અને ચમેલી સહિતનાં સુગંધિત ફૂલોથી શણગારવામાં આવે છે. આ દિવસે બાબાને માવા કેક અને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. દેશભરમાંથી ભક્તો બાબાનાં દર્શન કરવા પહોંચે છે. સમગ્ર ખાટુનગરી 'જય શ્રી શ્યામ'ના નાદથી ગુંજી ઊઠે છે.
ઘરે ખાટુ શ્યામ બાબાની પૂજા કેવી રીતે કરવી?
જો તમે ખાટુધામ જઈ શકતા ન હોવ તો ઘરે પણ ભક્તિભાવથી જન્મોત્સવ ઉજવી શકો છો.
સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને પૂજાસ્થળની સફાઈ કરો.
બાબા શ્યામની તસવીર અથવા પ્રતિમાને ફૂલોથી શણગારો.
શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી બાબાને અત્તર અને ફૂલ અર્પણ કરો.
ખીર, ચુરમા, પંચમેવો, પેંડા અને માવા કેકનો ભોગ ધરાવો.
પરિવાર સાથે મળીને બાબાનાં ભજન ગાઓ અને શ્રી શ્યામ ચાલીસાનો પાઠ કરો.
કપૂર અને ઘીના દીવાથી બાબાની આરતી ઉતારો.
અંતે પરિવારના સભ્યો અને અન્ય ભક્તોમાં પ્રસાદ વહેંચો.
માન્યતા અનુસાર, આ દિવસે સાચા મનથી બાબાની પૂજા અને આરાધના કરવાથી ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: Shani Sade Sati: 2027માં આ રાશિ પર શરૂ થશે શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો! જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન




