Diwali 2026: તિજોરીમાં લાલ કપડામાં બાંધીને રાખો હળદર! જાણો શું છે કારણ


Diwali 2026: તિજોરીમાં રાખો હળદર!
Diwali 2026: તિજોરીમાં લાલ કપડામાં બાંધીને રાખો હળદર! જાણો શું છે કારણ


Diwali 2026: તિજોરીમાં રાખો હળદર!
Diwali 2026: દિવાળીનો તહેવાર માતા લક્ષ્મીના સ્વાગત અને સુખ-સમૃદ્ધિની કામના કરવાનો વિશેષ અવસર માનવામાં આવે છે. આ દિવસે ઘરની સાફસફાઈ, દીવા પ્રગટાવવા અને લક્ષ્મી-ગણેશની પૂજા સહિત અનેક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં દિવાળી સાથે જોડાયેલા કેટલાક એવા ઉપાયો પણ છે, જેને ધન અને આર્થિક ખુશહાલી માટે શુભ માનવામાં આવે છે. આવો જ એક ઉપાય છે દિવાળીની રાત્રે તિજોરીમાં લાલ કપડામાં બાંધેલી હળદર રાખવાનો છે.
દિવાળીએ હળદરનો ઉપાય કેવી રીતે કરવો?
ધાર્મિક માન્યતા અનુસાર, દિવાળીના દિવસે સવારે ઘરની સારી રીતે સાફસફાઈ કરવી જોઈએ. ત્યારબાદ પૂજાસ્થળ અને ધન રાખવાની જગ્યાને પણ સ્વચ્છ કરવી જોઈએ. લક્ષ્મીજી અને ભગવાન ગણેશની પૂજા માટે જરૂરી સામગ્રી તૈયાર રાખવી જોઈએ.
હવે એક સ્વચ્છ લાલ કપડું લઈને તેમાં આખી હળદર મૂકવી અને કપડાને બાંધીને નાની પોટલી તૈયાર કરવી. દિવાળીની સાંજે લક્ષ્મી-ગણેશની પૂજા કરતી વખતે આ પોટલીને પણ પૂજાસ્થળે રાખવી.
પૂજા દરમિયાન હળદરની પોટલી પર અક્ષત અને ફૂલ અર્પણ કરવા જોઈએ. માતા લક્ષ્મીને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ માટે પ્રાર્થના કરવી. પૂજા પૂર્ણ થયા બાદ આ પોટલીને તિજોરી અથવા ધન રાખવાની જગ્યાએ રાખી શકાય છે.
તિજોરીમાં હળદર રાખવાનું ધાર્મિક મહત્વ
હિંદુ ધર્મમાં હળદરને પવિત્ર અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. પૂજા-પાઠથી લઈને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં હળદરને ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુ સાથે પણ જોડવામાં આવે છે.
બીજી તરફ, લાલ રંગને સૌભાગ્ય અને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. આથી લાલ કપડામાં હળદર બાંધીને તિજોરીમાં રાખવાની પરંપરાને શુભ માનવામાં આવે છે. કેટલીક જગ્યાએ આ પોટલીને આખું વર્ષ તિજોરીમાં રાખવાની પણ પરંપરા છે.
દિવાળીએ માતા લક્ષ્મીને હળદર અર્પણ કરો
દિવાળીની લક્ષ્મી પૂજામાં માતા લક્ષ્મીને હળદર અને અક્ષત અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પીળાં ફૂલ પણ અર્પણ કરી શકાય છે. પૂજા અને આરતી દરમિયાન પરિવારની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાની પરંપરા છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: Diwali 2026: ઘરના મુખ્ય દરવાજે માતા લક્ષ્મીનાં પગલાં બનાવતી વખતે ન કરતા આ ભૂલો, જાણો ખાસ નિયમો





