Dhanteras 2026: ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય કયો? જાણો પૂજાનું મુહૂર્ત અને ચોઘડિયાં


Dhanteras 2026: ધનતેરસ પર સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત જાણો
Dhanteras 2026: ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય કયો? જાણો પૂજાનું મુહૂર્ત અને ચોઘડિયાં


Dhanteras 2026: ધનતેરસ પર સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત જાણો
Dhanteras 2026: દિવાળીના પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન કુબેર અને ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સમુદ્રમંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા. તેથી આ દિવસને ધન્વંતરિ ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધનતેરસના દિવસે સોના-ચાંદીના દાગીના, સિક્કા અને વાસણો ખરીદવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વર્ષ 2026માં ધનતેરસ 6 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવાશે. આવો જાણીએ સોનું ખરીદવા માટેના શુભ સમય અને પૂજાના મુહૂર્ત વિશે.
ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્ત 2026
પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 6 નવેમ્બરે સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને 7 નવેમ્બરે સવારે 10:47 વાગ્યે પૂર્ણ થશે. ધનતેરસની પૂજા સાંજના પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. અમદાવાદ માટે પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6:30થી રાત્રે 8:28 વાગ્યા સુધી રહેશે.
ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય
ધનતેરસના દિવસે સોનું ખરીદવા માટે ત્રયોદશી તિથિ દરમિયાન શુભ ચોઘડિયાં પસંદ કરી શકાય છે. અમદાવાદ માટેના શુભ ખરીદીના સમય નીચે મુજબ છે:
સવારે 9:35થી 10:59 વાગ્યા સુધી – અમૃત ચોઘડિયું
બપોરે 12:23થી 1:47 વાગ્યા સુધી – શુભ ચોઘડિયું
સાંજે 4:35થી 5:59 વાગ્યા સુધી – ચલ ચોઘડિયું
રાત્રે 9:11થી 10:47 વાગ્યા સુધી – લાભ ચોઘડિયું
આ સમય અમદાવાદના સ્થાનિક પંચાંગ મુજબ છે. અન્ય શહેરોમાં સૂર્યોદય, સૂર્યાસ્ત અને સ્થાનિક ગણતરી પ્રમાણે મુહૂર્તમાં થોડો ફેરફાર થઈ શકે છે.
ધનતેરસ 2026ના દિવસે શું ખરીદવું શુભ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે નીચેની વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે:
સોના-ચાંદીના દાગીના
સોના-ચાંદીના સિક્કા
પિત્તળનાં વાસણો
સાવરણી
મીઠું
માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ
ઘર અથવા જમીન
ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ખરીદવાનું ટાળવું?
કેટલીક પરંપરાગત માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે નીચેની વસ્તુઓની ખરીદી ટાળવામાં આવે છે:
ચીનાઈ માટીની વસ્તુઓ
સ્ટીલનાં વાસણો
પ્લાસ્ટિકની વસ્તુઓ
કાચ અથવા અરીસાની વસ્તુઓ
લોખંડની વસ્તુઓ
કાળા રંગનાં કપડાં
ધારદાર વસ્તુઓ
એલ્યુમિનિયમની વસ્તુઓ
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: Dhanteras 2026: ધનતેરસ પર સોના-ચાંદી સિવાય આ વસ્તુઓ ખરીદવી પણ માનવામાં આવે છે શુભ, જાણો





