Get News Alerts

Never miss breaking news updates.

Banaskantha Ambaji Mandir News : મહા અષ્ટમીના પાવન અવસરે CM ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરે કર્યા દર્શન, ગુજરાતની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

Banaskantha Ambaji Mandir News : શારદીય નવરાત્રિના આઠમા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને આદ્યશક્તિ માઁ અંબેનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.
Vivek Shah
Vivek ShahUpdated on: 18 Oct 2026 01:27 PM IST
Banaskantha Ambaji Mandir News : મહા અષ્ટમીના પાવન અવસરે CM ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરે કર્યા દર્શન, ગુજરાતની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થનાBanaskantha Ambaji Mandir News : મહા અષ્ટમીના પાવન અવસરે CM ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરે કર્યા દર્શન, ગુજરાતની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

Cm Bhupendra Patel Ambaji Darshan

Banaskantha Ambaji Mandir News : મહા અષ્ટમીના પવિત્ર અવસરે મુખ્યમંત્રીએ જગતજનની માઁ જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ગુજરાતની સતત પ્રગતિ, શાંતિ, સમરસતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે દર્શન કર્યા હતા.

શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માઁ જગદંબાની વિશેષ પૂજા અને આરતી સંપન્ન કરી હતી. આ પવિત્ર અવસરે તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી, નિરામય સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ માટે માઁ અંબેના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત સતત વિકાસનાં નવાં શિખરો સર કરે, રાજ્યમાં શાંતિ અને સમરસતા જળવાઈ રહે તથા સમૃદ્ધિની યાત્રા સતત આગળ વધે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. રાજ્યને માઁ આદ્યશક્તિના આશીર્વાદ સદાય મળતા રહે તેવી ભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી.

51 શક્તિપીઠ પૈકીના પ્રસિદ્ધ ધામે દર્શન કર્યા મુખ્યમંત્રીએ

અંબાજી મંદિર દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન માટે આવતા હોય છે. મહા અષ્ટમીના દિવસે મુખ્યમંત્રીની મુલાકાતે ધાર્મિક માહોલમાં વિશેષ મહત્ત્વ ઉમેર્યું હતું. મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ‘જય અંબે’ના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દર્શન અને પૂજા-અર્ચના બાદ મુખ્યમંત્રીએ નવરાત્રિ દરમિયાન અંબાજી ધામમાં આવતા માઈભક્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી માહિતી મેળવી હતી. યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા અંગે તેમણે જાણકારી મેળવી હતી.

ગુજરાતની પ્રગતિ માટે પ્રાર્થના કરી

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, દેવસ્થાન ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મહા અષ્ટમીના પવિત્ર અવસરે અંબાજી મંદિરે દર્શન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નવરાત્રિના પાવન માહોલમાં તેમની આ મુલાકાતે ભક્તિ, આસ્થા અને ગુજરાતની સમૃદ્ધિ માટેની મંગલકામનાનો સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : Surat Navratri News : સુરતમાં નવરાત્રિના પંડાલમાં ‘જય માતાજી’ના બદલે ‘શીલા કી જવાની’ગીત વાગ્યું, ડાન્સરો નાચતા ધાર્મિક ગરિમા સામે સવાલ ઉભા થયા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે