Chhath Puja 2026: કુંવારી છોકરીઓ પણ રાખી શકે છે છઠનું વ્રત? પુરુષો માટે પણ છે ખાસ નિયમો

Chhath Puja 2026: છઠ પૂજામાં કુંવારી છોકરીઓ અને પુરુષો પણ વ્રત રાખી શકે છે. જાણો છઠ વ્રતના ધાર્મિક નિયમો, પૂજાવિધિ અને પરંપરાઓ.
Nancy Shukal
Nancy Shukal
Chhath Puja 2026: કુંવારી છોકરીઓ માટે છઠ પૂજાના નિયમોChhath Puja 2026: કુંવારી છોકરીઓ માટે છઠ પૂજાના નિયમો

Chhath Puja 2026: કુંવારી છોકરીઓ માટે છઠ પૂજાના નિયમો

Chhath Puja 2026: છઠ મહાપર્વની શરૂઆત 13 નવેમ્બર 2026થી થઈ ચૂકી છે. ચાર દિવસ સુધી ચાલનારા આ પર્વમાં સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આ તહેવારમાં વ્રતધારીઓ પરિવારની સુખ-સમૃદ્ધિ, સંતાનના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના સાથે લગભગ 36 કલાક સુધી નિર્જળ ઉપવાસ રાખે છે. આ વર્ષે 15 નવેમ્બરે અસ્ત થતા સૂર્યને સાંજનું અર્ઘ્ય અને 16 નવેમ્બરે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને મહાપર્વનું સમાપન થશે.

છઠ પૂજાને લઈને લોકોના મનમાં અનેક સવાલો હોય છે. ખાસ કરીને પહેલીવાર વ્રત રાખવા ઈચ્છતા લોકો જાણવા માગે છે કે શું કુંવારી છોકરીઓ પણ છઠી મૈયાનું વ્રત રાખી શકે છે? શું આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ માટે જ છે? પુરુષો પણ 36 કલાકનું નિર્જળ વ્રત રાખી શકે છે? ચાલો જાણીએ ધાર્મિક માન્યતાઓ અનુસાર છઠ વ્રતના નિયમો.

શું કુંવારી છોકરીઓ છઠ પૂજા કરી શકે છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કુંવારી છોકરીઓ પણ છઠ પૂજા કરી શકે છે અને સૂર્યદેવ તથા છઠ્ઠી મૈયાની આરાધના કરી શકે છે. કેટલીક પરંપરાઓમાં યુવતીઓ સારા જીવનસાથી, સુખી દાંપત્ય જીવન અને મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના સાથે આ વ્રત રાખે છે. પરંતુ આ અંગે અલગ-અલગ ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. કેટલીક પરંપરાઓમાં મહાભારત કાળની કથાઓનો ઉલ્લેખ કરીને કુંવારી છોકરીઓ માટે આ વ્રત રાખવાની મનાઈ પણ જણાવવામાં આવે છે.

કુંવારી યુવતીઓ આ રીતે કરી શકે છે પૂજા

વ્રત રાખવું - છોકરીઓએ પોતાની શ્રદ્ધા અને શારીરિક ક્ષમતા અનુસાર છઠી મૈયાનું વ્રત રાખી શકે છે.

પૂજામાં સહયોગ - નિર્જળ વ્રત ન રાખવું હોય તો ઠેકુઆ અને અન્ય પ્રસાદ બનાવવામાં, પૂજાની સામગ્રી તૈયાર કરવામાં તથા વ્રતધારીઓની સેવા કરવામાં સહયોગ આપી શકે છે.

સૂર્યદેવને અર્ઘ્ય - છોકરીઓ સૂર્યદેવને જળ અર્પણ કરી શકે છે અને છઠ મહાપર્વ દરમિયાન મંત્રજાપ તથા પૂજા કરી શકે છે.

શું પુરુષો પણ છઠનું વ્રત રાખી શકે છે?

છઠનું વ્રત માત્ર મહિલાઓ પૂરતું મર્યાદિત નથી. પુરુષો પણ સંપૂર્ણ શ્રદ્ધા અને પરંપરાગત નિયમોનું પાલન કરીને આ વ્રત રાખી શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાભારત કાળમાં સૂર્યદેવના પુત્ર કર્ણ નિયમિત રીતે સૂર્યની ઉપાસના કરતા હતા. તેઓ પાણીમાં ઊભા રહીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતા હતા. આ માન્યતાને કારણે છઠ પૂજામાં પુરુષો દ્વારા વ્રત રાખવાની પરંપરાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

પુરુષો માટે છઠ વ્રતના નિયમો

સમાન પૂજાવિધિ - મહિલાઓની જેમ પુરુષો પણ શ્રદ્ધા અને નિયમો સાથે નિર્જળ ઉપવાસ રાખી શકે છે.

વ્રત રાખવાની યોગ્યતા - કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર પરિણીત પુરુષો અથવા યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કરનારા પુરુષો આ વ્રત રાખી શકે છે.

વાળ અને દાઢીનો નિયમ - કેટલીક પરંપરાઓમાં વ્રત શરૂ કરતાં પહેલાં પુરુષોને વાળ અને દાઢી કપાવવાની અથવા મુંડન કરાવવાની સલાહ આપવામાં આવે છે. તેને શારીરિક સ્વચ્છતા અને શુદ્ધિ સાથે જોડવામાં આવે છે.

આમ છઠ મહાપર્વમાં સ્ત્રી અને પુરુષ બંને પોતાની શ્રદ્ધા અનુસાર સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધના કરી શકે છે. પરંતુ વ્રતના નિયમો અને પરંપરાઓ અલગ-અલગ પરિવારો તથા પ્રદેશોમાં જુદી હોઈ શકે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Navpancham Yog 2026: 16 નવેમ્બરે શનિ-સૂર્યની યુતિથી બનશે નવપંચમ યોગ, આ રાશિના જાતકોને મળશે મહેનતનું ફળ