Get News Alerts

Never miss breaking news updates.

500 રૂપિયાનો ગેસ ફ્રી, સિક્યોરિટી ફી પણ માફ... PNG કનેક્શન અંગે સરકારની મોટી જાહેરાત

Gas Crisis in India: પશ્ચિમ એશિયામાં તણાવ અંગે અપડેટ આપતા સરકારે મોટી જાહેરાત કરી છે. પેટ્રોલિયમ સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યુ છે કે, ભારત સરકાર PNGના વિસ્તરણ પર કામ કરી રહી છે અને પીએનજી કનેક્શનને વધારવા માટે પગલાં લઈ રહી છે. આ અંતર્ગત તેલ કંપનીઓએ પીએનજી સપ્લાય માટે સિક્યોરિટી ફી માફ કરી છે.
Admin
AdminUpdated on: 25 Mar 2026 06:38 PM IST
500 રૂપિયાનો ગેસ ફ્રી, સિક્યોરિટી ફી પણ માફ... PNG કનેક્શન અંગે સરકારની મોટી જાહેરાત500 રૂપિયાનો ગેસ ફ્રી, સિક્યોરિટી ફી પણ માફ... PNG કનેક્શન અંગે સરકારની મોટી જાહેરાત

Gas Crisis in India: પશ્ચિમ એશિયામાં તણાવ અંગે અપડેટ આપતા સરકારે મોટી જાહેરાત કરી છે. પેટ્રોલિયમ સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યુ છે કે, ભારત સરકાર PNGના વિસ્તરણ પર કામ કરી રહી છે અને પીએનજી કનેક્શનને વધારવા માટે પગલાં લઈ રહી છે. આ અંતર્ગત તેલ કંપનીઓએ પીએનજી સપ્લાય માટે સિક્યોરિટી ફી માફ કરી છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, દિલ્હીમાં 24 કલાક, દિવસ-રાત પાઇપલાઇન નાંખવાનું કામ કરવામાં આવશે. આ સાથે જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સુજાતા શર્માએ કહ્યુ છે કે, કંપનીઓએ નવા પીએનજી કનેક્શન માટે 500 રૂપિયા સુધી ગેસ ફ્રી અને સિક્યોરિટી ફી માફ કરવાની જાહેરાત કરી છે. આ પગલું પીએનજી કનેક્શનમાં ઝડપથી વધારો કરાવી શકે છે.

નવા ગેસ કનેક્શન પર 500 રૂપિયા સુધી ગેસ ફ્રી અને સિક્યોરિટી ચાર્જમાં રાહત આપવામાં આવી છે. 31મી માર્ચ સુધી કનેક્શન લેશે, તેવા ગ્રાહકો જ તેનો લાભ લઈ શકશે.

LPGનો પૂરતો સપ્લાય
આગળ માહિતી આપતા તેમણે જણાવ્યુ હતુ કે, ઘરેલૂ પીએનજીની સપ્લાયમાં કોઈ કમી નથી. કાળાબજારી પર પણ સકંજો કસવામાં આવ્યો છે. આ અંતર્ગત કેટલાક રાજ્યોમાં 24 માર્ચે 2700 જેટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને 2000 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. એલપીજીનો પૂરતો સપ્લાય છે. પેટ્રોલ ડીઝલ અંગે તેમણે કહ્યું કે, રિફાઇનરીઓ પૂરેપૂરી ક્ષમતાથી કામ કરી રહી છે. ભારત પાસે કુલ 26 હજાર કરોડ ટનની રિફાઇનિંગ ક્ષમતા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.