નારી શક્તિ વંદન અધિનિયમ 2026 બિલ લોકસભામાં ‘નાપાસ’, 230 સાંસદોએ વિરુદ્ધમાં મતદાન કર્યું



ફાઇલ તસવીર
નારી શક્તિ વંદન અધિનિયમ 2026 બિલ લોકસભામાં ‘નાપાસ’, 230 સાંસદોએ વિરુદ્ધમાં મતદાન કર્યું



ફાઇલ તસવીર
Nari Shakti Vandan Adhiniyam 2026: લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન સુધારા બિલ પર વ્યાપક ચર્ચા બાદ આ મહત્વપૂર્ણ બિલ પર મતદાન થયું હતું. જેમાં કુલ 528 સભ્યોએ મતદાન કર્યું હતું. ત્યારે 298 સાંસદોએ બિલના પક્ષમાં મતદાન કર્યું હતું, જ્યારે 230 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, બિલ બે તૃતીયાંશ સભ્યો દ્વારા પસાર થઈ શક્યું નથી. આ બંધારણ સુધારા બિલ સાથે આગળ વધવું હવે શક્ય નથી. શાસક પક્ષે અન્ય બે બિલો અંગે આગળના પગલાં નક્કી કરવા પડશે.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યુ કે, ‘આ મહિલાઓને સન્માન અને અધિકારો આપવા સંબંધિત એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ બિલ હતું. આ બિલનું પરિણામ છે. વિપક્ષે તેનું સમર્થન કર્યું નહીં. તે ખૂબ જ દુઃખદ છે. તમે એક ઐતિહાસિક તક ગુમાવી દીધી છે. મહિલાઓને સન્માન અને અધિકારો આપવાનું અમારું અભિયાન ચાલુ રહેશે અને જ્યાં સુધી અમે તેમને તેમના અધિકારો નહીં આપીએ ત્યાં સુધી અમે શાંત રહીશું નહીં.’
ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટતા કરી કે જે લોકો સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખરેખર SC-ST સમુદાયો માટે બેઠકોમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે. વધુમાં ધર્મના આધારે અનામતની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢતા શાહે સીમાંકન પછી પણ દક્ષિણ અને નાના રાજ્યોને તેમના વાજબી પ્રતિનિધિત્વની ખાતરી આપી હતી. મતદાન પહેલાં ગૃહમંત્રીના મક્કમ વલણથી બિલના ઐતિહાસિક મહત્વ અને રાજકીય ઉત્સાહમાં વધુ વધારો થયો છે.




