Get News Alerts

Never miss breaking news updates.

સીન પૂરો કર્યા પછી પણ બળજબરી કિસ કરતો હતો કો-એક્ટર, પ્રિયા બાપટનો ચોંકાવનારો ખુલાસો

Priya Bapat MBBS Movie: ઇન્ડસ્ટ્રીમાં દરરોજ રહસ્યો ખૂલે છે, જેનાથી બધા સ્તબ્ધ થઈ જાય છે. તાજેતરમાં મુન્નાભાઈ એમબીબીએસ અભિનેત્રી પ્રિયા બાપટે એક કિસ્સો શેર કર્યો કે કેવી રીતે એક સાથી અભિનેતાએ સીન પૂરો થયા પછી પણ તેને વારંવાર ચુંબન કર્યું હતું. વાત ત્યાં જ પૂરી નહોતી થઈ; પછી તેણે તેને મળવા માટે ફોન કરવાનું શરૂ કર્યું હતું. આ મુશ્કેલ સમયને યાદ કરતા પ્રિયા બાપટે કહ્યું કે, તે તેના જીવનનો સૌથી ખરાબ અને ખતરનાક સમય હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 09:37 PM IST
સીન પૂરો કર્યા પછી પણ બળજબરી કિસ કરતો હતો કો-એક્ટર, પ્રિયા બાપટનો ચોંકાવનારો ખુલાસોસીન પૂરો કર્યા પછી પણ બળજબરી કિસ કરતો હતો કો-એક્ટર, પ્રિયા બાપટનો ચોંકાવનારો ખુલાસો

Priya Bapat MBBS Movie: ઇન્ડસ્ટ્રીમાં દરરોજ રહસ્યો ખૂલે છે, જેનાથી બધા સ્તબ્ધ થઈ જાય છે. તાજેતરમાં મુન્નાભાઈ એમબીબીએસ અભિનેત્રી પ્રિયા બાપટે એક કિસ્સો શેર કર્યો કે કેવી રીતે એક સાથી અભિનેતાએ સીન પૂરો થયા પછી પણ તેને વારંવાર ચુંબન કર્યું હતું. વાત ત્યાં જ પૂરી નહોતી થઈ; પછી તેણે તેને મળવા માટે ફોન કરવાનું શરૂ કર્યું હતું. આ મુશ્કેલ સમયને યાદ કરતા પ્રિયા બાપટે કહ્યું કે, તે તેના જીવનનો સૌથી ખરાબ અને ખતરનાક સમય હતો.

પ્રિયા બાપટે શેર કર્યા ઇન્ડસ્ટ્રીના અનુભવ
તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રિયાએ કારકિર્દીની શરૂઆત વિશે કેટલીક આશ્ચર્યજનક વિગતો જાહેર કરી હતી. તેણે જણાવ્યું કે, આ તે સમય હતો જ્યારે તેને બહુ સફળતા મળી નહોતી. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને એક કિસિંગ સીન આપવાનો હતો. શરૂઆતમાં તેણે ના પાડી હતી. સ્ક્રિપ્ટ વાંચતી વખતે પ્રિયાને ઘણી શંકાઓ હતી. તે વારંવાર પૂછતી હતી કે, કિસિંગ સીન આ દ્રશ્ય શા માટે જરૂરી છે, પરંતુ તેની અનિચ્છા છતાં કરવો પડ્યો હતો.

પ્રિયાએ જણાવ્યું કે, ‘તે મારી કારકિર્દીના શરૂઆતના દિવસો હતા અને દરેક કલાકાર શરૂઆતના દિવસોમાં ખૂબ જ અસુરક્ષિત અનુભવે છે. મને પણ આવી જ લાગણી થઈ રહી હતી. નવા આવનારાઓને ઇન્સ્ટ્રીમાં ઇમેજ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને અનિચ્છાએ પણ તેમને એવી વસ્તુઓ કરવી પડે છે જે તેઓ કરવા માગતા નથી.’

પ્રિયાએ વધુમાં જણાવ્યું કે, કિસિંગ સીન પૂરો થયા પછી તેના સહ-અભિનેતાએ વારંવાર રિટેક લીધા હતા અને બળજબરીથી તેને ચૂંબન કરતો હતો. ત્યારપછી અભિનેતા મરજી મુજબ કંઈકને કંઈક કરતો રહ્યો અને તેની અનિચ્છા હોવા છતાં તે કંઈ કરી શકી નહોતી.

પ્રિયા બાપટે વધુ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, શૂટિંગ દરમિયાન તેના સહ-અભિનેતાનું વર્તન તેને ખૂબ જ અસ્વસ્થ કરતું હતું. તેના કહેવા મુજબ, તેઓ એક જ હોટલમાં રોકાયા હતા. જો કે, તેમના રૂમ અલગ હતા. તેમ છતાં અભિનેતા તેને મેસેજ કરતો હતો અને વારંવાર મળવા માટે કહેતો હતો. તે વિવિધ બહાના કાઢી તેને મળવા બોલાવતો હતો. પ્રિયાએ કહ્યું કે, તેણે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેને આવી કોઈ પ્રવૃત્તિમાં રસ નથી. તેણે પોતાની મર્યાદાઓ સ્પષ્ટપણે જણાવી અને આવા વર્તનને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
 
AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.