Get News Alerts

Never miss breaking news updates.

11 મેથી 15 દિવસ સુધી બનશે ખતરનાક યોગ, આ 4 રાશિઓનું ટેન્શન વધશે

Kalsarp Yog 2026: જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, જે રીતે કાલસર્પ દોષ મહત્વપૂર્ણ હોય છે, તેવી રીતે કાલસર્પ યોગ પણ ખાસ હોય છે. કાલસર્પ યોગનું નિર્માણ ત્યારે થાય છે. જ્યારે તમામ ગ્રહો રાહુ અને કેતુ વચ્ચે આવી જાય છે. એટલે બે છાયા ગ્રહની વચ્ચે તમામ ગ્રહો આવે. દ્રિક પંચાગ અનુસાર, 11મી મેના દિવસે આ ખાસ યોગ બને છે. જ્યારે રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં રહેશે. બાકીના તમામ ગ્રહો તેની વચ્ચે રહેશે. આ સ્થિતિ 26મી મે સુધી રહેશે એટલે કે પંદર દિવસ સુધી કાલસર્પ યોગ બનશે.
Admin
AdminUpdated on: 07 May 2026 05:20 PM IST
11 મેથી 15 દિવસ સુધી બનશે ખતરનાક યોગ, આ 4 રાશિઓનું ટેન્શન વધશે11 મેથી 15 દિવસ સુધી બનશે ખતરનાક યોગ, આ 4 રાશિઓનું ટેન્શન વધશે

Kalsarp Yog 2026: જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, જે રીતે કાલસર્પ દોષ મહત્વપૂર્ણ હોય છે, તેવી રીતે કાલસર્પ યોગ પણ ખાસ હોય છે. કાલસર્પ યોગનું નિર્માણ ત્યારે થાય છે. જ્યારે તમામ ગ્રહો રાહુ અને કેતુ વચ્ચે આવી જાય છે. એટલે બે છાયા ગ્રહની વચ્ચે તમામ ગ્રહો આવે. દ્રિક પંચાગ અનુસાર, 11મી મેના દિવસે આ ખાસ યોગ બને છે. જ્યારે રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં રહેશે. બાકીના તમામ ગ્રહો તેની વચ્ચે રહેશે. આ સ્થિતિ 26મી મે સુધી રહેશે એટલે કે પંદર દિવસ સુધી કાલસર્પ યોગ બનશે.

એવું માનવામાં આવે છે કે, કાલસર્પ યોગ બનવાથી કેટલીક રાશિઓના જીવનમાં ઉતાર-ચઢાવ, તણાવ કે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે, સમય જતાં તેનો પ્રભાવ અને તેની સાથે જોડાયેલા ઉપાયને સમજી લેવા જોઈએ, જેથી નકારાત્મક અસરને ઓછી કરી શકાય.

વૃષભ રાશિ
કાલસર્પ યોગના પ્રભાવથી વૃષભ રાશિવાળા જાતકો માટે પડકારભર્યો સમય રહી શકે છે. કાર્યસ્થળે વિરોધી વધી શકે છે, તેથી દરેક પગલું સમજી વિચારીને લેવું જોઈએ. મહેનતનું સંપૂર્ણ પરિણામ તાત્કાલિક નહીં મળે, તેનાથી મન ઉદાસ થઈ શકે છે. પૈસા સાથે જોડાયેલા મામલાઓમાં 26મી તારીખ સુધી ધ્યાન રાખવું. આ સાથે જ જેમના બાળકો છે તેમણે સ્વાસ્થ્ય સંભાળવું.

કર્ક રાશિ
11મી મેએ બનનારો આ યોગ કર્ક રાશિવાળા જાતકોનો માનસિક તણાવ વધી શકે છે. આ દરમિયાન અજાણ્યો ડર અને ચિંતા પરેશાન કરી શકે છે. નોકરી અને કામકાજમાં સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે, નાની વાતો વિવાદનું કારણ બની શકે છે. પરિવારમાં શાંતિ જાળવી રાખવા માટે વાત સમજી વિચારીને મૂકવી જોઈએ અને ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોના લોકોએ ઘર-પરિવાર સાથે જોડાયેલા નિર્ણયો સમજદારીપૂર્વક લેવા પડશે. કારણ કે, એક ખોટો નિર્ણય સૌથી પ્રભાવિત કરી શકે છે. અચાનક ખર્ચો વધી શકે છે, જેનાથી બજેટ બગડી શકે છે. બહાર જતી વખતે અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. અજાણ્યા લોકો પર ભરોસો કરવો નહીં અને સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખવી.

કુંભ રાશિ
આ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન પૈસા મામલે સતર્ક રહેવાની જરૂર છે. નાની ભૂલને કારણે નુકસાન થઈ શકે છે. જે કામ પૂર્ણ થતું હોય તેમાં અવરોધ આવવાની શક્યતા છે. તેથી ધીરજ રાખવાની જરૂર છે. રોકાણ કરતા પહેલાં સમજી વિચારીને કરવું. આ સાથે જ પેટ અને ગળા સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે, તેથી ખાણીપીણી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.