WhatsApp Username ફીચર પર સરકારની નજર, સાયબર ફ્રોડ વધવાની આશંકા વચ્ચે Metaને નોટિસ



AI Generated Images
WhatsApp Username ફીચર પર સરકારની નજર, સાયબર ફ્રોડ વધવાની આશંકા વચ્ચે Metaને નોટિસ



AI Generated Images
WhatsApp Username Feature Investigation: WhatsApp દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા Username ફીચરને લઈને કેન્દ્ર સરકારે Metaને નોટિસ પાઠવી છે. સરકારને ચિંતા છે કે આ નવા ફીચરના કારણે સાયબર ફ્રોડ, ફેક આઈડેન્ટિટી અને ઇમ્પર્સોનેશન જેવા ગુનાઓમાં વધારો થઈ શકે છે. આ મામલે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) ફીચરનું મૂલ્યાંકન કરશે.
WhatsAppના નવા Username ફીચર હેઠળ યુઝર્સ પોતાના મોબાઇલ નંબરની જગ્યાએ એક યુનિક યુઝરનેમ બનાવી શકશે. આ ફીચરનો મુખ્ય હેતુ યુઝર્સની પ્રાઇવસી વધારવાનો છે, જેથી ખાસ કરીને ગ્રુપ ચેટમાં મોબાઇલ નંબર જાહેર ન થાય, પરંતુ સરકારનું માનવું છે કે મોબાઇલ નંબર છુપાઈ જતાં ઠગો માટે નકલી ઓળખ બનાવી લોકોને ભ્રમિત કરવું વધુ સરળ બની શકે છે. સરકાર દ્વારા Metaને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો Username ફીચર અથવા અન્ય કોઈ પ્રોડક્ટનો ઉપયોગ ફ્રોડ, સ્કેમ અથવા ભ્રામક પ્રવૃત્તિઓ માટે થશે તો તેની જવાબદારી પ્લેટફોર્મની પણ રહેશે. સરકારે એ પણ જણાવ્યું છે કે મેસેજ એડિટ ફીચર, ફેક ગ્રુપ્સ અને અન્ય ડિજિટલ ટૂલ્સના દુરુપયોગના કેસોમાં મેસેજિંગ પ્લેટફોર્મને નિયમનકારી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
બીજી તરફ WhatsAppનું કહેવું છે કે Username ફીચર યુઝર્સની સુરક્ષા અને પ્રાઇવસી મજબૂત બનાવવા માટે લાવવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે ફીચરમાં ઇમ્પર્સોનેશન શોધી કાઢવા માટે ખાસ સિસ્ટમ, નવા સંપર્કો સાથે મર્યાદિત કનેક્ટિવિટી, યુઝરનેમનો દુરુપયોગ રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા અને જાણીતા વ્યક્તિઓ તેમજ સરકારી સંસ્થાઓના નામોને સુરક્ષિત રાખવા જેવા પગલાં લેવામાં આવ્યા છે.
WhatsAppનું આ ફીચર હાલમાં તબક્કાવાર રીતે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આગામી કેટલાક અઠવાડિયામાં વધુ યુઝર્સને તેનો લાભ મળશે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, આ ફીચર પ્રાઇવસી માટે ફાયદાકારક બની શકે છે, પરંતુ તેની સાથે ઓળખ ચોરી, નકલી એકાઉન્ટ અને ઓનલાઇન છેતરપિંડી જેવા નવા પડકારો પણ ઊભા થઈ શકે છે. તેથી સરકાર અને ટેક કંપનીઓ બંને માટે યુઝર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવી મોટી જવાબદારી બની રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



