કલમ 370 અને ટ્રિપલ તલાક કાયદાનો ઉલ્લેખ, અશ્વિની વૈષ્ણવે મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી



કલમ 370 અને ટ્રિપલ તલાક કાયદાનો ઉલ્લેખ, અશ્વિની વૈષ્ણવે મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી



Cabinet Meeting: ભારતીય રાજકારણમાં બુધવારનો દિવસ ઐતિહાસિક બની ગયો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 4,399 દિવસ સુધી દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપીને પંડિત જવાહરલાલ નહેરુનો દાયકાઓ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ કેન્દ્રીય કેબિનેટે વિશેષ ઠરાવ પસાર કરીને PM મોદીને અભિનંદન પાઠવ્યા હતા. કેબિનેટ બેઠક શરૂ થતાં જ તમામ કેન્દ્રીય મંત્રીઓએ ઊભા રહીને વડાપ્રધાન મોદીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મોદી સરકારના વિવિધ ઐતિહાસિક નિર્ણયો અને ઉપલબ્ધિઓને પણ યાદ કરવામાં આવી હતી.

25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર આવ્યા: અશ્વિની વૈષ્ણવ
મંત્રીમંડળની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીની આ ઐતિહાસિક સિદ્ધિ પર અભિનંદન ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવમાં ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીની રાષ્ટ્ર પ્રત્યેની સતત સેવાની આ ઐતિહાસિક સિદ્ધિની ચર્ચા કરવામાં આવી હતી. અશ્વિની વૈષ્ણવે ગરીબોના કલ્યાણ, સામાજિક ન્યાય, રાષ્ટ્રીય સુરક્ષા અને સમાવેશી વિકાસ માટેની પીએમ મોદીની નીતિઓની પ્રશંસા કરી. ઠરાવમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે તેમના નેતૃત્વમાં 25 કરોડથી વધુ ગરીબ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
કેબિનેટમાં મોદી સરકારના કેટલાક ઐતિહાસિક નિર્ણયોની વિશેષ નોંધ લેવામાં આવી હતી. જેમાં:
- જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવો
- સમગ્ર દેશમાં GST અમલમાં મૂકવો
- વન રેન્ક વન પેન્શન યોજના લાગુ કરવી
- આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામત
- ટ્રિપલ તલાક વિરોધી કાયદો બનાવવો
જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે.
ગરીબો, યુવાનો અને મહિલાઓ પર ફોકસ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 'કેબિનેટે ભારતમાં શાસનના કેન્દ્રમાં ગરીબોના કલ્યાણને રાખ્યું છે.' પહેલાની સરકારો ગરીબોના કલ્યાણને એક સૂત્ર બનાવતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોને કેન્દ્ર બનાવ્યા અને 2014 માં જ્યારે તેમણે કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે મારી સરકાર ગરીબોના કલ્યાણ માટે સમર્પિત સરકાર છે. પ્રધાનમંત્રી યુવા શક્તિને ભારતની સૌથી મોટી સંપત્તિ માને છે અને તેથી, પ્રધાનમંત્રીએ કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, નવીનતા, ડિજિટલ અર્થતંત્ર, રમતગમત, ઉદ્યોગસાહસિકતા અને ફિટનેસ પર ભાર મૂકતા વિવિધ કાર્યક્રમો બનાવ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



