Get News Alerts

Never miss breaking news updates.

PM મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કર્યું ઉદ્ઘાટન, ઉડાન યોજનાને પણ આપી લીલી ઝંડી

Jodhpur Airport New Terminal: રાજસ્થાનના જોધપુર શહેરને આજે મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે સુધારેલી ‘ઉડાન યોજના’નો પણ પ્રારંભ કરાવ્યો. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ બંને પહેલોથી હવાઈ કનેક્ટિવિટી મજબૂત બનશે અને રાજસ્થાનમાં પ્રવાસન, વેપાર તેમજ રોજગારીને નવી ગતિ મળશે. ઉદ્ઘાટન પહેલાં વડાપ્રધાન મોદીએ નવા ટર્મિનલ ભવનની...
R Gajjar
R GajjarUpdated on: 04 Jul 2026 11:57 AM IST
PM  મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કર્યું ઉદ્ઘાટન, ઉડાન યોજનાને પણ આપી લીલી ઝંડીPM  મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કર્યું ઉદ્ઘાટન, ઉડાન યોજનાને પણ આપી લીલી ઝંડી

Jodhpur Airport New Terminal: રાજસ્થાનના જોધપુર શહેરને આજે મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે સુધારેલી ‘ઉડાન યોજના’નો પણ પ્રારંભ કરાવ્યો. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ બંને પહેલોથી હવાઈ કનેક્ટિવિટી મજબૂત બનશે અને રાજસ્થાનમાં પ્રવાસન, વેપાર તેમજ રોજગારીને નવી ગતિ મળશે. ઉદ્ઘાટન પહેલાં વડાપ્રધાન મોદીએ નવા ટર્મિનલ ભવનની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે તેમને પ્રોજેક્ટની વિગતો વિશે માહિતી આપી હતી.

 

480 કરોડના ખર્ચે બન્યું આધુનિક ટર્મિનલ
જોધપુર એરપોર્ટનું નવું ટર્મિનલ લગભગ 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. 23 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ ટર્મિનલ દર વર્ષે અંદાજે 20 લાખ મુસાફરોને સેવા આપી શકશે. ટર્મિનલમાં આધુનિક સુવિધાઓ, વધુ સારી મુસાફરી વ્યવસ્થા અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી મુસાફરોને આરામદાયક અને સુગમ પ્રવાસનો અનુભવ મળી શકે.

રાજસ્થાની વારસાને આધુનિક ડિઝાઇન સાથે જોડાયું
નવા ટર્મિનલની ડિઝાઇનમાં રાજસ્થાનની શાહી સંસ્કૃતિ અને સ્થાપત્યની ઝલક જોવા મળે છે. મહેરાબ, ઝરોખા અને પરંપરાગત રાજસ્થાની કળાના તત્વોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવામાં આવ્યા છે. સાથે જ ગ્રીન બિલ્ડિંગના ધોરણોને ધ્યાનમાં રાખીને ઊર્જા બચત, જળ સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ટર્મિનલને 5-સ્ટાર GRIHA રેટિંગ મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ઉડાન યોજના માટે 28,840 કરોડની જોગવાઈ
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે સુધારેલી ‘ઉડાન યોજના’ પણ શરૂ કરી. આગામી 10 વર્ષ દરમિયાન દેશના ઉડ્ડયન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે યોજના હેઠળ 28,840 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દેશભરના અવિકસિત અને ઓછા ઉપયોગમાં લેવાતા એરસ્ટ્રિપ્સને વિકસાવીને 100 નવા એરપોર્ટ ઉભા કરવાની યોજના છે. તેના માટે 12,000 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

200 નવા હેલીપેડ પણ બનશે
દૂરદરાજ અને દુર્ગમ વિસ્તારો સુધી હવાઈ સેવાઓ પહોંચાડવા માટે સરકાર 200 આધુનિક હેલીપેડ વિકસાવવાની યોજના પર પણ કામ કરી રહી છે. ઉપરાંત પ્રાદેશિક એરપોર્ટના સંચાલન અને જાળવણી માટે 2,500 કરોડ રૂપિયાથી વધુની સહાય પણ આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પહેલોથી દેશના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને હવાઈ નેટવર્ક સાથે જોડવામાં મોટી સફળતા મળશે.

પ્રવાસન અને અર્થતંત્રને મળશે વેગ
નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ જોધપુર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિઓમાં વધારો થવાની અપેક્ષા છે. સાથે જ વેપાર, રોકાણ અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, ઉડ્ડયન ક્ષેત્રના વિસ્તરણથી દેશના આર્થિક વિકાસને પણ મજબૂત આધાર મળશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com