મોરબી સીરામીક ઉદ્યોગમાં ગેસ અછત, 15 એપ્રિલ સુધી સામૂહિક વેકેશનની જાહેરાત

મોરબી સીરામીક ઉદ્યોગમાં ગેસ અછત, 15 એપ્રિલ સુધી સામૂહિક વેકેશનની જાહેરાત

હાલ વિશ્વમાં યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. તેવામાં તેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેની ખાસ અસર ઉદ્યોગો પર પડી રહી છે. ગુજરાતમાં મોરબીમાં મોટા પાયે સીરામીક ઉદ્યોગો આવેલા હોય છે. યુદ્ધના કારણે ગેસની અછતના હોવાથી મોટા ભાગના ઉદ્યોગ બંધ કરવાનો વારો આવ્યો છે. તેના લીધે મોટાભાગના ઉદ્યોગોમાં મોટા પાયે નુકશાન થઈ રહ્યું છે.
મોરબીમાં સીરામીક ઉદ્યોગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ઉદ્યોગોમાં સામૂહિક વેકશન જાહેર કરવામાં આવ્યું છે.
તેનું કારણ છે ગેસની અછતના કારણે સમગ્ર સીરામીક ઉદ્યોગો દ્વારા 15 એપ્રિલ સુધીમાં વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.
મોરબીમાં ગેસની અછતના કારણે સીરામીક ઉદ્યોગોએ સામૂહિક વિકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે વિકેશન 15 એપ્રિલ સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને અમુક સીરામીક એકમો શટ ટાઉન કરશે. તેના કારણે મોટા ભાગના લોકો બેરોજગાર બને તેવી શક્યતાઓ રહેલી છે.
પહેલાં જ અંદાજે 400 કરતા વધુ સીરામીક કારખાનાં ગેસની અછતને કારણે બંધ થઇ ચુક્યાં છે, જે આ નિર્ણયના કારણે વધારે પ્રમાણમાં ઉદ્યોગ પર અસર પડશે એવી સ્થિતિ સર્જાઈ છે. ઉદ્યોગકારોનો કહેવું છે કે આ વેકેશન સમયગાળો ગેસ ક્વોટા પુરી કરવા અને વિતરણને યોગ્ય રીતે વ્યવસ્થિત કરવા માટે જરૂરી છે.




