જૈસલમેર - જામનગર હાઈવે પર ટેન્કર પલટતાં ભયાનક આગ, ડ્રાઈવર ઘટના સ્થળ પર મોત



જૈસલમેર - જામનગર હાઈવે પર ટેન્કર પલટતાં ભયાનક આગ, ડ્રાઈવર ઘટના સ્થળ પર મોત



રાજસ્થાનના જાલોર જિલ્લામાં બુધવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જૈસલમેર-જામનગર નેશનલ હાઇવે (NH-68) પર બાડમેરથી ગુજરાત તરફ જતો તેલથી ભરેલો ટૅન્કર અચાનક પલટી ગયો અને તેમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયંકર હતી કે હાઇવે પર અંદાજે 200 મીટર સુધી ધુમાળા દેખાઈ રહ્યા હતા., જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.
આ દુર્ઘટનામાં ટૅન્કરનો ડ્રાઈવર સુખરામ (ઉંમર 34), જે બાડમેર જિલ્લાના ગુડામાલાણી વિસ્તારના મોખાવા ગામનો રહેવાસી હતો, આગના ઝપેટામાં આવી જતા ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ હતુ.આગ એટલી જોરદાર હતી કે કે તેને બચાવવાનો કોઈ મોકો મળ્યો નહોતો.
બીજી તરફ, ડ્રાઈવરનો હેલ્પર તથા બૂઆનો દીકરો નરસીરામ (ઉંમર 26) સમયસર ટૅન્કરમાંથી કૂદી જતાં પોતાની જાન બચાવવામાં સફળ રહ્યો હતો. તેને તરત જ સારવાર માટે સિંવાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.
અકસ્મતાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગને કારણે હાઇવે પર વાહન વ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત રહ્યો હતો.
પ્રાથમિક તપાસ મુજબ ટૅન્કર પલટી જતાં તેમાં લીકેજ થતા આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


