નેપાળના ખોતાંગમાં હેલિકોપ્ટર ક્રેશ, કોઈ જાનહાની નહીં



નેપાળના ખોતાંગમાં હેલિકોપ્ટર ક્રેશ, કોઈ જાનહાની નહીં



નેપાળમાં ખોતાંગમાં લેન્ડિગ વખતે હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. પરંતુ કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. આ હેલરિકોપ્ટર એક મૃતદેહ લઈને જઈ રહ્યું હતુ. પરતુ લેન્ડિગ વખતે સતુલન બગડતા હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ.ક્રેશ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
નેપાળમાં ખોતાંગમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સામે આવતા ત્યાના સ્થાનિક લોકો હેલિકોપ્ટર પાસે દોડીને પહોંચી ગયા હતા. અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. નેપાળમાં પર્વતીય વિસ્તારમાં હોવાને કારણે આવી ઘટના સામાન્ય રીતે બનતી હોય છે. તેવુ તેમના અધિકારીએ જણાવ્યુ હતુ.
આ હેલિકોપ્ટર અંદર એક મૃતદેહ હતો. જે લઈને કાઠમાંડુ થી આવી રહ્યું હતુ. અને તે જસમયે સંતુલન ખરાબ થતા હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. પરંતુ આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહીં. અને ઘટના સ્થળ પર આસપાસના લોકો તાત્કાલિક મદદે આવી પહોંચ્યો હતા.
આ હેલિકોપ્ટર કેમ ક્રેશ થયુ તેની તપાસ આપવામાં આવી છે. તપાસમાં જાણવા મળશે કે વાતાવરણના કારણે કે, ટેકનિકલ સમસ્યા કે પછી લેન્ડિગમાં કોઈ મુશ્કેલી સર્જાઈ છે. તે તપાસ કર્યા બાદ બહાર આવશે.

