ઈન્દિરા બ્રિજ પાસે બે યુવતી પાણીપુરી લારીમાં નવજાત બાળક મૂકી ફરાર



ઈન્દિરા બ્રિજ પાસે બે યુવતી પાણીપુરી લારીમાં નવજાત બાળક મૂકી ફરાર



અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પાસે આવેલા ભાટ ગામમાં બે યુવતીઓ એક નવજાત બાળકને તરછોડી દેવામાં આવી હતી. કોઠારી હોસ્પિટલની બાજુમાં એક ગલીના અંદર પાણીપુરી લારી ઉપર બે યુવતી નવજાત બાળકને મૂકીને પલાયન થઈ ગઈ હતી. બાળકનો રોવાનો અવાજ આવતા ત્યાના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. બે યુવતી કોણ હતી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદમાં માનવતા મરી પામી હોય તેવી ઘટના બની છે. અમદાવાદના ઈન્દિરા બ્રિજ પાસે આવેલા ભાટ ગામ નજીક કાલે રાત્રે 8-41 વાગે બે યુવતી હોસ્પિટલની એક સાંકડી ગલીમાં પ્રવેશતા દેખાય છે. તે ગલીમાં આસપાસ જોયા બાદ કોઈ ના દેખાતા ત્યા પાણીપુરીની લારી પડી હતી. તેમાંથી એક યુવતીના હાથમાં નવજાત બાળક હતુ તે બાળક પાણીપુરીની લારીમાં મૂકી દઈને ત્યાથી ફરાર થઈ ગઈ હતી.
જ્યારે બાળકનો રોવાનો અવાજ આવતા ત્યાના સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને બાળકને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. આ મામલે સીસીટીવી દ્વારા ચકાસતા બે યુવતી દેખાઈ હતી. જે બાળકને પાણીપુરુની લારીમાં મૂકીને ફરાર થઈ ગઈ હતી. આ વાતની સ્આથાનિક લોકોને જાણ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવતી કોણ હતી તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.




