સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, જાણી લો લેટેસ્ટ ભાવ



સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, જાણી લો લેટેસ્ટ ભાવ



Gold Silver Price Today: સોમવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આજે સોનાનો ભાવ 671 રૂપિયા વધારો થતા નવો ભાવ 1,59,350 પ્રતિ તોલાએ પહોંચ્યો છે. જ્યારે ચાંદીની કિંમતમાં 4851 રૂપિયાનો વધારો નોંધાતા એક કિલો ચાંદીનો ભાવ 2,71,846 રૂપિયાએ પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બંને ધાતુઓની કિંમતમાં જોરદાર વધારો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 4562.40 ડોલર પ્રતિ ઔંસ પહોંચ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 2.73 ટકા જેટલો વધીને 78.28 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો છે. ઇન્ડિયન બુલ એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા પ્રમાણે, શુક્રવારે બજાર બંધ હોવાના સમયે 24 કેરેટ સોનાનો ભાવ 1,58,120 રૂપિયા પ્રતિ તોલા હતો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,54,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.




