Get News Alerts

Never miss breaking news updates.

ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદનથી શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1900 પોઈન્ટ અને નિફ્ટી 550 પોઈન્ટ તૂટ્યા

Stock Market Crash Trump Iran: ભારતીય શેરબજારમાં બુધવારે અચાનક ભારે વેચવાલી જોવા મળી હતી. દિવસની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થયા બાદ ટ્રેડિંગના અંતિમ કલાકમાં બજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 1900થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 550થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. બજારમાં લાર્જકેપ,...
R Gajjar
R GajjarUpdated on: 08 Jul 2026 03:20 PM IST
ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદનથી શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1900 પોઈન્ટ અને નિફ્ટી 550 પોઈન્ટ તૂટ્યાટ્રમ્પના ઈરાન અંગેના નિવેદનથી શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1900 પોઈન્ટ અને નિફ્ટી 550 પોઈન્ટ તૂટ્યા

AI Generated Images

Stock Market Crash Trump Iran: ભારતીય શેરબજારમાં બુધવારે અચાનક ભારે વેચવાલી જોવા મળી હતી. દિવસની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થયા બાદ ટ્રેડિંગના અંતિમ કલાકમાં બજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 1900થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 550થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. બજારમાં લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ સહિત લગભગ તમામ સેગમેન્ટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. અનેક અગ્રણી કંપનીઓના શેરમાં 2થી 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

ટ્રમ્પના નિવેદન બાદ બજારમાં ગભરાટ
આ ઘટાડા પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન અંગેનું તાજેતરનું નિવેદન મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે તેઓ હવે ઈરાન સાથે કોઈ નવી ડીલ કરવા માંગતા નથી અને ઈરાન સાથેની વધુ વાતચીત સમયનો બગાડ છે. તેમના આ નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હતું.

કાચા તેલના ભાવમાં પણ મોટો ઉછાળો
ટ્રમ્પના નિવેદનની અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટ પર પણ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે 6.5 ટકાનો ઉછાળો આવી પ્રતિ બેરલ 79 ડોલરની નજીક પહોંચી ગયો હતો. જ્યારે WTI ક્રૂડ પણ ફરી 75 ડોલર પ્રતિ બેરલની સપાટી પાર કરી ગયો હતો.

મોટા શેરોમાં ભારે વેચવાલી
બજારમાં થયેલા ઘટાડા દરમિયાન ઇન્ડિગો, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ અને BEL સહિતના શેરોમાં 3થી 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, SBI, રિલાયન્સ, અદાણી પોર્ટ્સ, TCS અને HCL જેવી મોટી કંપનીઓના શેરમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. બજાર નિષ્ણાતોના મતે મધ્યપૂર્વમાં વધતી ભૂરાજકીય અનિશ્ચિતતા, કાચા તેલના ભાવમાં તેજી અને વૈશ્વિક રોકાણકારોમાં વધતી ચિંતા આગામી દિવસોમાં પણ શેરબજારની ચાલને અસર કરી શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com