સ્પેમ કોલ અને મેસેજ સામે સરકાર એક્શનમાં, 1.83 લાખ ટેલિકોમ સંસાધનો સામે કાર્યવાહી

Spam Calls Government Action: દેશભરમાં વધી રહેલા સ્પેમ કોલ અને અનિચ્છનીય પ્રમોશનલ મેસેજ પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) દરમિયાન 1.83 લાખ ટેલિકોમ સંસાધનો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા 263 પ્રેષકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સંચાર મંત્રાલયના જણાવ્યા મુજબ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આઉટગોઇંગ સેવા...
Rupin Bakraniya
Rupin Bakraniya
સ્પેમ કોલ અને મેસેજ સામે સરકાર એક્શનમાં, 1.83 લાખ ટેલિકોમ સંસાધનો સામે કાર્યવાહીસ્પેમ કોલ અને મેસેજ સામે સરકાર એક્શનમાં, 1.83 લાખ ટેલિકોમ સંસાધનો સામે કાર્યવાહી

Spam Calls Government Action: દેશભરમાં વધી રહેલા સ્પેમ કોલ અને અનિચ્છનીય પ્રમોશનલ મેસેજ પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) દરમિયાન 1.83 લાખ ટેલિકોમ સંસાધનો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા 263 પ્રેષકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

સંચાર મંત્રાલયના જણાવ્યા મુજબ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આઉટગોઇંગ સેવા બંધ કરવી, લાંબા સમય માટે કનેક્શન રદ કરવું, તમામ ટેલિકોમ ઓપરેટરોમાં બ્લેકલિસ્ટ કરવું અને SMS હેડર બ્લોક કરવા જેવા કડક પગલાં લેવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં 730.82 અબજ કોલ થયા હતા, જ્યારે સ્પેમ કોલ અને મેસેજ સંબંધિત 10.85 લાખ ફરિયાદો નોંધાઈ હતી. એટલે કે દર 10 લાખ કોલમાં સરેરાશ 1.5 ફરિયાદ નોંધાઈ હતી.

સ્પેમ કોલ અને મેસેજની ઓળખ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI સિસ્ટમ દ્વારા 24.43 અબજ શંકાસ્પદ સ્પેમ કોલ અને SMSની ઓળખ કરવામાં આવી, જેના કારણે ગ્રાહકોને આવા કોલ અને મેસેજથી સાવચેત રહેવામાં મદદ મળી. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે માત્ર એક અઠવાડિયામાં જ 2.43 લાખથી વધુ ચેતવણી સંદેશા નિયમોનું પાલન ન કરનારા પ્રેષકોને મોકલવામાં આવ્યા હતા.

સ્પેમ ફરિયાદ નોંધાવવા માટે TRAI DND એપ સૌથી અસરકારક માધ્યમ બની છે. કુલ ફરિયાદોમાંથી લગભગ 89 ટકા ફરિયાદો આ એપ મારફતે નોંધાઈ હતી. ગ્રાહકો 1909 નંબર પર કોલ અથવા SMS કરીને પણ પોતાની Do Not Disturb (DND) પસંદગીઓ નોંધાવી અથવા બદલી શકે છે. સરકારે જણાવ્યું કે દેશમાં હજુ પણ 112 કરોડથી વધુ મોબાઇલ ગ્રાહકોએ DND સેવા સક્રિય કરી નથી, જેના કારણે તેઓને પ્રમોશનલ કોલ અને મેસેજ મળતા રહે છે. ગ્રાહકોને અનિચ્છનીય કોલથી બચવા DNDમાં નોંધણી કરવાની અપીલ કરવામાં આવી છે.

સરકારે વધુમાં જણાવ્યું કે DND વ્યવસ્થાના કારણે અત્યાર સુધીમાં 1.48 અબજ પ્રમોશનલ કોલ અને 7.30 અબજ પ્રમોશનલ SMS સફળતાપૂર્વક બ્લોક કરવામાં આવ્યા છે. સ્પેમ કોલને સરળતાથી ઓળખી શકાય તે માટે 140 સિરીઝ પ્રમોશનલ કોલ માટે અને 1600 સિરીઝ બેન્કિંગ, વીમા તથા સરકારી સેવાઓ સંબંધિત સત્તાવાર કોલ માટે નક્કી કરવામાં આવી છે.