UPIથી તરત PFના કેટલા પૈસા ઉપાડી શકશો? EPFO 3.0માં આવશે મોટો બદલાવ



UPIથી તરત PFના કેટલા પૈસા ઉપાડી શકશો? EPFO 3.0માં આવશે મોટો બદલાવ



નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં પોતાનું નવું ડિજિટલ પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ નવી વ્યવસ્થાથી કરોડો PF ખાતાધારકોને મોટી રાહત મળશે. હવે UPI મારફતે સીધા PFના પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની સુવિધા મળશે, જેના કારણે લાંબી કાગળ પ્રક્રિયા અને રાહ જોવાનો સમય ઘણો ઓછો થશે. EPFO 3.0 હેઠળ સભ્યોને ડિજિટલ રીતે PF ઉપાડવાની વધુ સરળ અને ઝડપી સુવિધા મળશે. ખાસ કરીને ઇમરજન્સી સમયે PFના પૈસા ઝડપથી મળી રહે તે માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે.
કેટલું PFનું પૈસું ઉપાડી શકશો?
નવી પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ PF ખાતાધારકોને પોતાના EPF ખાતામાં જમા કુલ રકમમાંથી અંદાજે 50% થી 75% સુધીની રકમ UPI અથવા UPI આધારિત ATM દ્વારા ઉપાડવાની મંજૂરી મળી શકે છે, પરંતુ EPFO આખી PF રકમ ઉપાડવાની મંજૂરી આપશે તેવી શક્યતા ઓછી છે. કારણ કે ખાતામાં ઓછામાં ઓછું 25 ટકા બેલેન્સ રિટાયરમેન્ટ સુરક્ષા માટે જાળવવું ફરજિયાત રહેશે.
EPFO 3.0ના મુખ્ય નિયમો
- PF ખાતામાંથી 50% થી 75% સુધી રકમ ઉપાડી શકાશે
- ખાતામાં ઓછામાં ઓછું 25% બેલેન્સ ફરજિયાત રહેશે
- ઓટો સેટલમેન્ટ મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી
- UPI મારફતે સીધું બેંક ખાતામાં ટ્રાન્સફર થશે
- કાગળની કાર્યવાહી અને લાંબી પ્રોસેસમાં ઘટાડો થશે
- કઈ પરિસ્થિતિમાં PF ઉપાડી શકશો?
EPFO દ્વારા કેટલીક ખાસ જરૂરિયાતોમાં PF ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે. જેમ કે:
- મેડિકલ ઇમરજન્સી
- ઉચ્ચ શિક્ષણ
- લગ્ન ખર્ચ
- ઘર ખરીદવું અથવા બાંધકામ
- ગંભીર આર્થિક જરૂરિયાત
- EPFO 3.0 ક્યારે થશે શરૂ?
કેન્દ્રીય શ્રમમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે UPI આધારિત PF વિથડ્રૉલ સિસ્ટમનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં દેશભરના કરોડો EPFO સભ્યો માટે આ નવી સુવિધા શરૂ કરવામાં આવશે. નવી વ્યવસ્થાથી PF ઉપાડવાની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



