બુધનું મોટું ગોચરઃ 3 રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે, સાવધાન રહેવું પડશે!



બુધનું મોટું ગોચરઃ 3 રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે, સાવધાન રહેવું પડશે!



Budh Gochar: 29 જૂન, 2026થી 23 જુલાઈ, 2026 સુધી બુધ ગ્રહ કર્ક અને મિથુન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વેપાર અને સંવાદનો કારક માનવામાં આવ્યો છે. તેથી તેની પ્રતિકૂળ સ્થિતિ જીવનના આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉથલપાથલ મચાવી શકે છે. આ દરમિયાન ત્રણ રાશિએ ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે.
આ 3 રાશિઓએ સાચવવું પડશે
મિથુન રાશિઃ બુધ આ રાશિનો સ્વામી છે. તેથી તેમને ખૂબ જ વધારે અને સીધી અસર થશે. આ દરમિયાન તમારા વધારાના ખર્ચા અચાનક વધી જશે. જેનાથી તમારું બજેટ ખોરવાઈ શકે છે. વાતચીત કરતી વખતે શબ્દો ખૂબ જ સમજી વિચારીને ઉચ્ચારવા. કારણ કે, તમારા કટુવચન કોઈ મોટા વિવાદનું કારણ બની શકે છે.
ધનુ રાશિઃ બુધ વક્રી થશે તો તમારા માટે માનસિક તણાવ અને અનાવશ્યક ચિંતાઓ વધી શકે છે. આ સમય વેપારમાં જોઈએ તેવો લાભ ન મળવાથી કે કોઈ ખોટા નિર્ણયને કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના રહી શકે છે. તમારે સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખવું પડશે. કારણ કે, જૂની બીમારીઓ ફરીથી ઉથલો મારે તેવી શક્યતા છે.
વૃષભ રાશિઃ બુધ તમારી રાશિના ત્રીજા ભાવ (સંચાર અને પરાક્રમ) ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. ત્યારે મીડિયા, લેખન, માર્કેટિંગ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જાતકો માટે તેમના કામમાં વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ સાથે જોડાયેલા કોઈપણ મોટું પગલું લેતા પહેલાં વિચારવું. તમારી યોજનાઓ અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર ન કરવી.
બુધ વક્રી હોય ત્યારે શું ન કરવું?
- નવું કામ શરૂ ન કરવુંઃ આ 25 દિવસ દરમિયાન કોઈ નવો બિઝનેસ કે પ્રોજેક્ટ શરૂ ન કરવો જોઈએ.
- દસ્તાવેજો પર ઉતાવળમાં સહી ન કરવીઃ કોઈપણ નાણાકીય કે કાનૂની દસ્તાવેજો પર વાંચ્યા વગર સહી કરવી નહીં.
- મોટી ખરીદી ન કરવીઃ આ સમયે મોંઘા ગેજેટ્સ, વાહનો કે પ્રોપર્ટી ખરીદવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.




