Get News Alerts

Never miss breaking news updates.

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ગણતરી કરનારા વ્યક્તિની અટકાયત

Ayodhya Ram Mandir Controversy: અયોધ્યાના રામ મંદિર જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા દાનના વહીવટમાં ગરબડ સામે આવી હતી અને ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક યુવકની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ, આ મામલે કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 Jun 2026 07:38 PM IST
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ગણતરી કરનારા વ્યક્તિની અટકાયતઅયોધ્યાના રામ મંદિરમાં દાનની ગણતરી કરનારા વ્યક્તિની અટકાયત

Ayodhya Ram Mandir Controversy: અયોધ્યાના રામ મંદિર જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા દાનના વહીવટમાં ગરબડ સામે આવી હતી અને ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક યુવકની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ, આ મામલે કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરશે.

અટકાયત કરવામાં આવેલો યુવક રુદૌલીના શુભાગંજ વિસ્તારના મીનાપુરના ફગૌલી ગામનો રહેવાસી લવકુશ મિશ્ર છે. તેની પૂછપરછમાં જાણવાની કોશિશ કરી હતી કે, દાનપેટીમાં આવેલા રૂપિયાની ગણતરી અને તેની સાથે જોડાયેલા કાર્યોમાં શું ભૂમિકા હતી.

તપાસ એજન્સીઓ પ્રમાણે, રામ મંદિરની દાનપેટીમાં આવેલા ચઢાવાની રકમ ગણતરી સાથે જોડયેલા કર્મચારીની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, સમગ્ર ઘટનાક્રમને સમજવા માટે એક વ્યક્તિ જ નહીં, પરંતુ સમગ્ર પ્રકિયાની તપાસ કરવી પડશે. તેથી દાનની ગણતરી અને તેના રેકોર્ડની ગહન તપાસ કરવી પડે.

આ મામલે સીસીટીવી ફૂટેજને તપાસનો મહત્વનો આધાર ગણવામાં આવ્યો છે. તપાસકર્તા મંદિર પરિસર અને દાનની ગણતરી સાથે જોડાયેલા વિવિધ ફૂટેજનું વિશ્લેષણ કરી રહ્યા છે. આ સિવાય અન્ય ટેક્નિકલ અને ભૌતિક રેકોર્ડ પણ તપાસવામાં આવશે. જેથી ગરબડ કયા લેવલે થઈ છે, તે જાણી શકાય.
 
AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.