દેવ ગુરુ બૃહસ્પતિને પ્રિય છે આ ત્રણ રાશિ, જાણો ઉચ્ચનો થવાથી શું થશે લાભ



દેવ ગુરુ બૃહસ્પતિને પ્રિય છે આ ત્રણ રાશિ, જાણો ઉચ્ચનો થવાથી શું થશે લાભ



Devguru Brihaspati Lucky Rashi: જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સુખ, સૌભાગ્ય, બુદ્ધિ, જ્ઞાન, ધર્મ અને ધનનો કારક ગણવામાં આવે છે. નવગ્રહોમાં ગુરુને સૌથી કલ્યાણકારી અને શુભ ફળ આપનારો માનવામાં આવે છે. આમ તો, ગુરુની કૃપા સૌના પર હોય છે, પરંતુ જ્યોતિષીય દૃષ્ટિએ કેટલીક રાશિઓ એવી છે કે, તેના પર હંમેશા ગુરુની કૃપા હોય છે.
એવામાં 2જી જૂને દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે. ગુરુનું તેની ઉચ્ચ રાશિમાં ગોચર કરવું ખૂબ જ ભાગ્ય બદલનારું માનવામાં આવે છે. આવો જાણીએ એ 3 ભાગ્યશાળી રાશિઓ વિશે કે, જેને ગુરુના ગોચરથી સૌથી વધુ ફાયદો થવાનો છે અને હંમેશા ગુરુ તેમના પર મહેરબાન રહે છે.
કર્ક રાશિ - ઉચ્ચ રાશિમાં ગુરુનું આગમન
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, કર્ક રાશિમાં ગુરુને ઉચ્ચનો ગણવામાં આવે છે. જ્યારે કોઈ ગ્રહ તેની ઉચ્ચ રાશિમાં હોય છે, ત્યારે તેને સર્વશ્રેષ્ઠ, શક્તિશાળી અને શુભ ફળ આપનારો ગણવામાં આવે છે. 2જી જૂને થયેલું આ ગોચર કર્ક રાશિના જાતકો માટે વરદાનથી ઓછું નથી. તેમના વ્યક્તિત્વમાં સુધારો થશે, સમાજમાં માન-સન્માન મળશે અને ઘણાં સમયથી અટકેલા કામ પૂરા થશે.
બૃહસ્પતિની સ્થાયી કૃપાઃ આ રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ અને બુદ્ધિમાન હોય છે. ઉચ્ચના ગુરુના પ્રભાવને કારણે તેમના જીવનમાં ભૂમિ, ભવન, મકાન અને વાહનનું સુખ બહુ સરળતાથી મળી જાય છે. તેમની નિર્ણય શક્તિ ખૂબ જ સટીક હોય છે અને કરિયરમાં ખૂબ જ ઉચ્ચ કક્ષાએ પહોંચે છે.
2. ધનુ રાશિ - સ્વામી ગ્રહનો સંપૂર્ણ સાથ મળશે
ગુરુની બીજી પ્રિય રાશિ છે ધનુ. આ રાશિના સ્વામી ગુરુ પોતે છે. આ જ કારણ છે કે, ધનુ રાશિના જાતકો પર ગુરુની અસીમ કૃપા રહેતી હોય છે. આ રાશિના જાતકો માટે ધન લાભ અને પ્રગતિના નવા રસ્તાઓ ખૂલશે. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.
બૃહસ્પતિની સ્થાયી કૃપાઃ આ રાશિના જાતકોનો સ્વભાવ ખૂબ જ આશાવાદી, જ્ઞાની અને ધાર્મિક પ્રવૃત્તિવાળો હોય છે. ગુરુના પ્રભાવથી ધનુ રાશિવાળા લોકો જીવનમાં આવનારી કોઈપણ મોટી મુશ્કેલીનો ઉકેલ સૂઝબૂઝથી લાવે છે. શિક્ષા, કન્સલ્ટેન્સી અને લીડરશિપના ક્ષેત્રમાં હંમેશા આગળ રહે છે.
3. મીન રાશિ - પ્રગતિ અને ધનલાભના યોગ
ધનુની જેમ મીન રાશિના સ્વામી પણ ગુરુ છે. તેથી આ રાશિ પર પણ ગુરુ દેવ હંમેશા દિલ ખોલીને કૃપા વરસાવે છે. મીન રાશિના જાતકો માટે સંતાન સુખ, ઉચ્ચ શિક્ષા અને પ્રેમસંબંધ મામલે ખૂબ જ સારા પરિણામ મળશે. કાર્યસ્થળે તમારી યોજનાઓ સફળ થશે.
બૃહસ્પતિની સ્થાયી કૃપા: મીન રાશિના જાતકો ખૂબ જ ભાવુક, શાંત અને આધ્યાત્મિક હોય છે. ગુરુની મહેરબાનીથી તેમની આંતરિક સમજણ ખૂબ જ સારી હોય છે. તેમના જીવનમાં ક્યારેય ધન-ધાન્યની ઉણપ આવતી નથી અને સંકટ સમયમાં તેમને દૈવીય મદદ મળી રહે છે.




