Get News Alerts

Never miss breaking news updates.

અમિત શાહે કહ્યું- સ્પીકર બધાના, અવિશ્વાસ પ્રસ્તાવ દુર્ભાગ્યપૂર્ણ

અમિત શાહે કહ્યું- સ્પીકર બધાના, અવિશ્વાસ પ્રસ્તાવ દુર્ભાગ્યપૂર્ણ:રાહુલે કહ્યું- પીએમ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા; રવિશંકર પ્રસાદે કહ્યું- આવું ક્યારેય થયું નથી
Admin
AdminUpdated on: 11 Mar 2026 12:00 PM IST
અમિત શાહે કહ્યું- સ્પીકર બધાના, અવિશ્વાસ પ્રસ્તાવ દુર્ભાગ્યપૂર્ણઅમિત શાહે કહ્યું- સ્પીકર બધાના, અવિશ્વાસ પ્રસ્તાવ દુર્ભાગ્યપૂર્ણ

અમિત શાહે કહ્યું- સ્પીકર બધાના, અવિશ્વાસ પ્રસ્તાવ દુર્ભાગ્યપૂર્ણ:રાહુલે કહ્યું- પીએમ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા; રવિશંકર પ્રસાદે કહ્યું- આવું ક્યારેય થયું નથીઅમિત શાહે કહ્યું- સ્પીકર બધાના, અવિશ્વાસ પ્રસ્તાવ દુર્ભાગ્યપૂર્ણ:રાહુલે કહ્યું- પીએમ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા; રવિશંકર પ્રસાદે કહ્યું- આવું ક્યારેય થયું નથીઅમિત શાહે કહ્યું- સ્પીકર બધાના, અવિશ્વાસ પ્રસ્તાવ દુર્ભાગ્યપૂર્ણ:રાહુલે કહ્યું- પીએમ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા; રવિશંકર પ્રસાદે કહ્યું- આવું ક્યારેય થયું નથી

 

લોકસભામાં સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. - Divya Bhaskar

 

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી અને વિપક્ષ પર અનેક આક્ષેપો કર્યા હતા. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમે જ્યારે પણ બોલવા માગીએ છીએ ત્યારે અમને અટકાવવામાં આવે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ચર્ચા લોકશાહી અને સ્પીકરની ભૂમિકા વિશે છે. અનેક પ્રસંગોએ મારું નામ લેવામાં આવ્યું, છતાં દરેક વખતે અમને બોલતા રોકવામાં આવ્યા.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "છેલ્લી વાર બોલતી વખતે મેં વડાપ્રધાન દ્વારા કરવામાં આવતા ‘કોમ્પ્રોમાઈઝ’ નો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સદન દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલીવાર વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવ્યા નથી. પીએમ કોમ્પ્રોમાઈઝ્ડ છે."

રાહુલ ગાંધીના આ નિવેદન પર રવિશંકર પ્રસાદે વળતો પ્રહાર કરતા કહ્યું - "નેવર... નેવર (ક્યારેય નહીં). પીએમ મોદીનું ભારત ક્યારેય કોમ્પ્રોમાઈઝ્ડ નહીં હોય. આ લોકોને પાયાની સમજ પણ નથી. સ્પીકરની ચેયરને અનેકવાર ઘેરવામાં આવી, કાગળો ફેંકવામાં આવ્યા, તેમ છતાં તેઓ સ્મિત સાથે કામ કરતા રહ્યા."

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે ત્રીજો દિવસ છે. લોકસભામાં સ્પીકર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહને સંબોધિત કરશે.

 

લોકસભાની કાર્યવાહી દરમિયાન, વિપક્ષે અધ્યક્ષને ઘેરી લીધા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

 

અવિશ્વાસ પ્રસ્તાવ પર મંગળવારથી ચર્ચા શરૂ

આજે પણ સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ મુદ્દે ચર્ચા માટે ગઈકાલે 10 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાંથી મંગળવારે લગભગ 7 કલાક સુધી ચર્ચાઓ થઈ ચૂકી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહને સંબોધિત કરશે.

મંગળવારે સત્રના બીજા દિવસે, વિપક્ષી સાંસદોએ ઓમ બિરલા પર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાત કરવાનો આરોપ લગાવી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 50 થી વધુ સાંસદોએ આ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યા બાદ પીઠાસીન અધિકારીએ તેને ગૃહમાં રજૂ કરવાની અને ચર્ચા કરવાની મંજૂરી આપી હતી.

ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીને 20 વાર અટકાવવામાં આવ્યા હતા. તેમને વારંવાર રૂલિંગ બુક બતાવવામાં આવી હતી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે સ્પીકર સરકારના દબાણમાં કામ કરી રહ્યા છે.

બીજી તરફ, સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજુએ જણાવ્યું હતું કે ઓમ બિરલા પર લાગેલા આરોપો ખોટા છે. તેઓ નિષ્પક્ષતાથી ગૃહની કાર્યવાહી ચલાવે છે. તેમણે ઉમેર્યું કે, 15મી લોકસભામાં વિપક્ષના નેતા માત્ર 2 વાર બોલ્યા હતા. જ્યારે સત્ર ચાલતું હોય ત્યારે તેઓ વિદેશ જતા રહે છે. વિપક્ષના નેતા પોતાની વાત કહીને ગૃહમાંથી ભાગી જાય છે અને બીજા કોઈની વાત સાંભળતા નથી, અને પછી કહે છે કે મને બોલવા દેવામાં આવતો નથી.

સંસદીય કાર્યવાહી પર મિનિટ-ટુ-મિનિટ અપડેટ્સ માટે, નીચેનો બ્લોગ વાંચો...

AUTHOR
Admin

Admin

Author details are not available.