Get News Alerts

Never miss breaking news updates.

પુણેથી પત્રકારિતાનો અભ્યાસ, અમેરિકાથી માસ્ટર્સ, CJPના સ્થાપક અભિજીત દિપકે કોણ છે?

સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બનેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજીત દિપકે ફરી ચર્ચામાં આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર 1.1 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ વ્યંગાત્મક રાજકીય પહેલ હવે સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહી નથી. અભિજીત દિપકે ભારત પરત ફરી જંતર-મંતર પર NEET, CUET, CBSE અને SSC GD જેવી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે.
Admin
AdminUpdated on: 06 Jun 2026 01:05 PM IST
પુણેથી પત્રકારિતાનો અભ્યાસ, અમેરિકાથી માસ્ટર્સ, CJPના સ્થાપક અભિજીત દિપકે કોણ છે?પુણેથી પત્રકારિતાનો અભ્યાસ, અમેરિકાથી માસ્ટર્સ, CJPના સ્થાપક અભિજીત દિપકે કોણ છે?

Cockroach Janta Party Abhijeet Dipke: સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બનેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજીત દિપકે ફરી ચર્ચામાં આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર 1.1 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ વ્યંગાત્મક રાજકીય પહેલ હવે સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહી નથી. અભિજીત દિપકે ભારત પરત ફરી જંતર-મંતર પર NEET, CUET, CBSE અને SSC GD જેવી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે.

30 વર્ષીય અભિજીત દિપકેનો શૈક્ષણિક અને વ્યાવસાયિક અનુભવ નોંધપાત્ર રહ્યો છે. તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરની એક પ્રતિષ્ઠિત સંસ્થામાંથી પત્રકારિતામાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમેરિકા ગયા અને બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં MScની ડિગ્રી મેળવી. ત્યાં તેમણે ડિજિટલ કમ્યુનિકેશન, પબ્લિક પરસેપ્શન અને રાજકીય સંચારની વ્યૂહરચનાઓનો અભ્યાસ કર્યો હતો.

અભિજીત દિપકે માત્ર કન્ટેન્ટ ક્રિએટર જ નથી, પરંતુ રાજકીય અભિયાનોના અનુભવી સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ જાણીતા છે. વર્ષ 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા કેન્દ્રિત ડિજિટલ કેમ્પેઇનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સોશિયલ મીડિયા પર તૈયાર કરાયેલી તેમની 'મીમ સુનામી' અભિયાનને યુવાનોમાં ભારે પ્રતિસાદ મળ્યો હતો.

રાજકીય અભિયાનો ઉપરાંત તેઓ દિલ્હી સરકાર સાથે પણ જોડાયેલા રહ્યા છે. તેમણે દિલ્હી મુખ્યમંત્રી કાર્યાલયમાં કમ્યુનિકેશન ફેલો તરીકે કામગીરી બજાવી હતી. બાદમાં દિલ્હી શિક્ષણ વિભાગમાં કમ્યુનિકેશન એડવાઇઝર તરીકે પણ જવાબદારી સંભાળી હતી.

અભિજીત દિપકેએ 16 મે 2026ના રોજ 'કોકરોચ જનતા પાર્ટી'ની શરૂઆત કરી હતી. બેરોજગારી અને યુવાનોના મુદ્દાઓ પર વ્યંગાત્મક રીતે શરૂ કરાયેલું આ પ્લેટફોર્મ થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ બની ગયું. હવે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે તેઓ મેદાનમાં ઉતર્યા છે.

સોશિયલ મીડિયા પર શરૂ થયેલું આ અભિયાન હવે વાસ્તવિક રાજકીય અને સામાજિક ચર્ચાનો વિષય બન્યું છે, જેના કારણે અભિજીત દિપકેનું નામ દેશભરમાં ચર્ચામાં છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.