આપના મંત્રી સંજીવ અરોરાની ધરપકડ, EDની મોટી કાર્યવાહી



ફાઇલ ફોટો
આપના મંત્રી સંજીવ અરોરાની ધરપકડ, EDની મોટી કાર્યવાહી



ફાઇલ ફોટો
Punjab AAP Minister Arrested: પંજાબના મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજીવ અરોરાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચંદીગઢ સ્થિત તેમના સરકારી આવાસ પર આજે સવારે ઇડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કેટલાક કલાકો સુધી ચાલેલી કાર્યવાહી બાદ ઇડીએ મંત્રી સંજીવની ધરપકડ કરી લીધી હતી. આ કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર રાજનૈતિક દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
સૂત્રો પ્રમાણે, ઇડીની આ કાર્યવાહી મની લોન્ડ્રિંગ, ફેમા ઉલ્લંઘન, જમીન સાથે જોડાયેલા કેસ અને શંકાસ્પદ લેવડદેવડની તપાસ કરી છે. એજન્સી માત્ર ચંદીગઢ સુધી સીમિત નથી, પરંતુ લુધિયાણા, જાલંધર અને ગુરુગ્રામ સુધી કેટલાક વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, તપાસમાં સંજીવ અરોરાનો પરિવાર અને તેમની કંપનીની કેટલીક ઓફિસો પણ છે. મંત્રી સંજીવ અરોરાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તરફથી બયાનબાજી કરવામાં આવી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી કે, કેન્દ્ર સરકાર અને ભાજપની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યુ કે, છેલ્લા એક વર્ષમાં ED દ્વારા પાડવામાં આવેલી આ ત્રીજી રેડ છે. પરંતુ તેમને ઘરમાંથી કંઈ
પંજાબ સરકારમાં મંત્રી હરપાલ સિંહ ચીમાએ ઇડીની કાર્યવાહીને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે. તેમણે કહ્યુ કે, ચૂંટણી પહેલાં ભાજપ આ રીતે કાર્યવાહી કરીને વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવવાની કોશિશ કરે છે. ચીમાએ આરોપ લગાવ્યો છે કે, પંજાબ સરકારના નેતાઓને ડરાવીને કામકાજ પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવે છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતા જણાવ્યુ છે કે, ઇડીને ભાજપની સોપારી કિલર ગણાવીને કહ્યું કે, વિપક્ષી નેતાઓને બદનામ કરવાનું કેન્દ્રિય એજન્સીઓને બદનામ કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યુ કે, કેટલાક દિવસો સુધી કાર્યવાબી અને સમાચાર ચાલશે, પણ અંતે એજનસીઓ ખાલી હાથે જ પાછા ફરશે.




