Get News Alerts

Never miss breaking news updates.

કોણ હશે પશ્ચિમ બંગાળનો આગામી મુખ્યમંત્રી? આ 4 નામ CMની રેસમાં

West Bengal Next CM: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. સ્પષ્ટ બહુમતી સાથે અહીં ભાજપ વિજય થયો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, બંગાળમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે. TMCને હરાવીને સત્તા છીનવી લેનાર ભાજપે હજુ સુધી એકપણ મુખ્યમંત્રીના નામની જાહેરાત નથી કરી. તેને કારણે સસ્પેન્સ હજુ વધી રહ્યું છે.
Admin
AdminUpdated on: 05 May 2026 11:21 AM IST
કોણ હશે પશ્ચિમ બંગાળનો આગામી મુખ્યમંત્રી? આ  4 નામ CMની રેસમાંકોણ હશે પશ્ચિમ બંગાળનો આગામી મુખ્યમંત્રી? આ  4 નામ CMની રેસમાં

West Bengal Next CM: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. સ્પષ્ટ બહુમતી સાથે અહીં ભાજપ વિજય થયો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, બંગાળમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે. TMCને હરાવીને સત્તા છીનવી લેનાર ભાજપે હજુ સુધી એકપણ મુખ્યમંત્રીના નામની જાહેરાત નથી કરી. તેને કારણે સસ્પેન્સ હજુ વધી રહ્યું છે.

9 મેએ થઈ શકે છે શપથગ્રહણ સમારોહ
ચૂંટણી દરમિયાન પાર્ટીમાં કોઈ એક ચહેરાને આગળ રાખીને પ્રચાર કરવામાં આવ્યો નહોતો. ત્યારે હવે પરિણામ ભાજપના પક્ષમાં આવ્યા છે, તો પાર્ટીની અંદર અને બહાર ઘણાં નામ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે, 9 મેએ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે, ત્યારે જ નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ થઈ શકે છે.

સૌથી વધુ ચર્ચામાં કયા નામ?
સૌથી વધુ ચર્ચા સુવેન્દુ અધિકારીના નામની થઈ રહી છે. તેમણે નંદીગ્રામ અને ભવાનીપુર બંને સીટ પરથી ચૂંટણી જીતીને મજબૂત પકડ દેખાડી છે. ખાસ વાત એ છે કે, ભવાનીપુર મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવતો હતો, ત્યાં તેમને હરાવીને રાજનૈતિક સમીકરણો બદલી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં પણ સુવેન્દુએ મમતાને નંદીગ્રામ બેઠક પરથી હરાવ્યા હતા. તેથી તેમને મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

બીજુ નામ સમિક ભટ્ટાચાર્યનું છે, તેઓ રાજ્યના બીજેપી અધ્યક્ષ છે. સંગઠનને મજબૂત કરવા માટે અને કાર્યકર્તાઓની એકતા નિભાવવામાં તેમની મોટી ભૂમિકા રહી છે. પાર્ટીમાં તેમને એક સરળ, શિક્ષિત ચહેરા તરીકે જોવામાં આવે છે. તેમની બંગાળી સમાજ અને સંસ્કૃતિ પર પણ પકડ સારી છે.

ત્રીજા દાવેદાર છે ઉત્પલ બ્રહ્મચારો, તેઓ ઉત્પલ મહારાજ તરીકે પણ ઓળખાય છે. એક ધાર્મિક છબીવાળા નેતા છે અને તેમણે ઘણી મોટી લીડથી જીત મેળવી છે. સંગઠનના કેટલાક વર્ગનું એવું માનવું છે કે, તેમની લોકપ્રિયતા અને ધાર્મિક પ્રભાવ તેમની અલગ ઓળખ બનાવે છે.

આ ઉપરાંત સ્વપ્નદાસ ગુપ્તાનું નામ પણ ચર્ચામાં છે. તેઓ એક પ્રખ્યાત પત્રકાર, લેખક અને વિચારક છે. શિક્ષિત વર્ગમાં એમની સારી એવી પકડ માનવામાં આવે છે, તેથી મુખ્યમંત્રીની રેસમાં તેમને મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

ભાજપ બોલાવશે ધારાસભ્યોની બેઠક
પાર્ટીના સૂત્રો પ્રમાણે, ભાજપ ટૂંક સમયમાં ધારાસભ્યની બેઠક બોલાવશે. જેમાં મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ પ્રકિયામાં RSSની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે, કારણ કે સંગઠને છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળમાં ગ્રાઉન્ડ લેવલે ખૂબ જ સારી પકડ બનાવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.