Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીમાં મુખ્યમંત્રીના વરદહસ્તે 45 ગામોમાં જળ સંચય કામગીરીનો ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યકરોને ગુણવત્તાપૂર્ણ અને અસરકારક કામગીરી કરવાની સલાહ આપી. તેમણે જણાવ્યું કે, જળ સંચયના આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્તર અને કૃષિ માટે આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત થશે
Admin
AdminUpdated on: 01 Apr 2026 04:13 PM IST
અમરેલીમાં મુખ્યમંત્રીના વરદહસ્તે 45 ગામોમાં જળ સંચય કામગીરીનો ઉદ્ઘાટનઅમરેલીમાં મુખ્યમંત્રીના વરદહસ્તે 45 ગામોમાં જળ સંચય કામગીરીનો ઉદ્ઘાટન

અમરેલી: રાજુલાના દેવકા થકી સણોસરા પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમરેલી વિધાનસભાના 45 ગામોમાં તળાવો ઊંડા કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉદ્ઘાટન કર્યો. સહકારી નેતા દિલીપ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં જળ સંચય અને પાણી સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યકરોને ગુણવત્તાપૂર્ણ અને અસરકારક કામગીરી કરવાની સલાહ આપી. તેમણે જણાવ્યું કે, જળ સંચયના આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્તર અને કૃષિ માટે આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત થશે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના લક્ષ્યાંકને સમર્થન આપે છે અને ગુજરાતને વિકાસની દિશામાં આગળ ધકેલી રહી છે.

જળ સંચયના ઉદ્ઘાટન પછી મુખ્યમંત્રી સણોસરા નજીક જેસિંગપરા ખાતે છતપતી શિવાજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓનું અનાવરણ પણ કર્યું. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

AUTHOR
Admin

Admin

Author details are not available.