UP ATSની મોટી કાર્યવાહી, ચાર આતંકીઓની ધરપકડ



આતંકીઓની તસવીર
UP ATSની મોટી કાર્યવાહી, ચાર આતંકીઓની ધરપકડ



આતંકીઓની તસવીર
UP ATS Terrorist: એક મોટા રાષ્ટ્રવિરોધી ષડયંત્રમાં ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડીએ (ATS) પાકિસ્તાની હેન્ડલરના (ISI) ઈશારે કાર્યરત એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ મોડ્યુલ સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓ ગુરુવારે લખનૌ રેલ્વે સ્ટેશન અને તેની આસપાસ બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ATS ટીમે તેમને પકડી પાડ્યા છે.
આ મોડ્યુલ રેલ્વે સિગ્નલ બોક્સ, સિલિન્ડર વહન કરતા વાહનો અને અગ્રણી સંસ્થાઓમાં આગ લગાવીને દેશભરમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો. તેનું મુખ્ય લક્ષ્ય લખનૌ રેલ્વે સ્ટેશન હતું. આરોપીઓ ઘણા રાજકારણીઓની પણ જાસૂસી કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી સંગઠનોના સંપર્કમાં હતો
એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશના જણાવ્યા અનુસાર, મેરઠનો રહેવાસી સાકિબ ઉર્ફે ડેવિલ ગેંગ લીડર છે. તે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને સિગ્નલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ અને કટ્ટરપંથી સંગઠનોના સંપર્કમાં હતો. તેનો સાથી અરબાબ મેરઠનો રહેવાસી છે, તે પણ આ નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો.
તેમણે સાથે મળીને ગૌતમ બુદ્ધ નગરના રહેવાસી વિકાસ ઉર્ફે રૌનક અને લોકેશ ઉર્ફે પાપલાને પૈસાની લાલચ આપી હતી. ગુરુવારે આરોપીઓ ચારબાગ રેલ્વે સ્ટેશન નજીક આગ લગાડવાની અને રેલ્વે સંપત્તિને નુકસાન પહોંચાડવાની મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.
ATS પાસે આ અંગે સંપૂર્ણ માહિતી હતી. તેથી, ટીમોએ આરોપીઓને શોધી કાઢ્યા અને ઘટનાસ્થળે પહોંચીને ચારેયની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી સાકિબ વાળંદનું કામ કરે છે.
કોની કોની ધરપકડ?
1- સાકિબ ઉર્ફે ડેવિલ, અગવાનપુર પરીક્ષિતગઢ, મેરઠ
2- અરબાબ, અગવાનપુર પરિક્ષિતગઢ, મેરઠ
3- વિકાસ ગેહલાવત ઉર્ફે રૌનક, છપરાઉલા ગૌતમ બુદ્ધ નગર
4- લોકેશ ઉર્ફે પાપલા પંડિત ઉર્ફે બાબુ ઉર્ફે સંજુ ગૌતમ, મેરઠ.




